Placeholder canvas

જોડિયાના રસનાળના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખ પડાવનાર હંસા પોલીસ સકંજામાં

જામનગરના જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા ખેડૂતના હની ટ્રેપમાં ફસાવી રાજકોટની નામચીન બેબીએ 4 લાખ પડાવી લીધાના બનાવમાં કુવાડવા પોલીસે ગુનો નોંધી એક મહિલાની ધરપકડ કરી સુત્રધાર સહીત ચારની શોધખોળ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા ખેતીકામ કરતા હર્ષદ કેશવજીભાઇ અઘારાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટની નામચીન ઝીન્નત ઉર્ફે બેબી રફીકભાઈ મકવાણા,વિહાભાઈ લખમણભાઈ કટારીયા,હંસાબેન સીંધુભાઈ અધોલા અને એક અજાણી વ્યક્તિનું નામ આપ્યું છે. ખેતીકામ કરતા હર્ષદ કેશવજીભાઇ અઘારાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે પાંચેક દિવસ તેમના મોબાઈલ ઉપરની વિડીયો કોલ આવેલ અને તે હર્ષદ અઘારાએ કાપી નાખેલ.

બાદ દશેક મી નીટ બાદ બીજી બખત ફોન આવ્યો ત્યારે ફોન ઉપાડી વાત કરતા સામેથી મહિલા બોલતી હતી. હર્ષદ અઘારાએ તેને શુ કામે છે તેમ વાત કરતા તેણે કહેલ કે હું બહેનપણીને લગાવતી હતી અને તમને લાગી ગયેલ. જેથી મેં કહેલ કે વીડીયો કોલ નંબર સેવ હોય તો લાગે તેમ કહી સાચી વાત કરવા જણાવતા તેણે હર્ષદ અઘારાને વાતચીતમાં પોરવી મીઠી-મીઠી વાતો કરી હતી. હર્ષદ અઘારાના લગ્ન થયેલ ન હોવાની વાત કરી લગ્નની લાલચ આપી. ત્યારબાદ હર્ષદ અઘારાને આ નંબર પર તે દિવસથી રોજ વાતચીત થવા લાગેલ જેથી તેણે તેનુ નામ બેબી હોવાનું જણાવેલ.

તા-13/11/2021 ના રોજ શનીવાર ના રોજ હર્ષદ અઘારાની બેબી સાથે ફોન પર વાતચીત થયેલ અને તા-14/11/2021 ના રોજ કુવાડવા ગામે ફોન કરી મળવા બોલાવેલ જે થી હર્ષદ અઘારા તા-14/11/20 21 ના રોજ મહેમાન મળવા જઇ શકેલ નહી અને તા. 15/11/2021 ના રોજ નવાગામ આણંદપર રંગીલા સોસાય ટી સોમનાથ રેસીડન્સી બ્લોક નં-302 ખાતે બપોરના દોઢ વાગ્યે મળવાનું નક્કી કરેલ.

હર્ષદ અઘારા તા-15/11/2021 ના રોજ બપોરના દોઢ વાગ્યે નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસીડન્સી બ્લોક નં-302 ખાતે ગયેલ. અને ત્યા ફોન ઉપર વાત કરનાર બેબી સાથે મુલાકાત થઈ બન્ને રૂમમા એકલા હતા. હર્ષદ અઘારાને રૂમમાં લઇ જઇ બેબીએ મીઠીમીઠી વાતો કરી અને ચેનચાળા કરી હર્ષદ અઘારાના કપડા કઢાવેલ અને આ દરમિયાન બે પુરૂષ તથા એક મહિલા ઘરમાં આવ્યા હતા.

જે માંથી એક વ્યકિત બેબીના કાકા તરીકે ઓખક આપી હતી જેના હાથમાં છરી હતી તથા મહિલાએ બેબીની કાકી તરીકે ઓળખાણ આપેલ અને અન્ય વ્યક્તિ જેની ઉંમર આ શરે 35 થી 40 ની વચ્ચે હોય તેણે લાકડી વડે હર્ષદ અઘારાને મારમાર્યો હતો. કાકા-કાકીએ મારી ભત્રીજી સાથે કેમ ખરાબ કામ કરેલ છે તેમ જણાવી અને કાકાએ હાથમાં રહેલ છરી બતાવી હર્ષદ અઘારાને મારી નાખવાની ઘમકી આપી અને ચારેયે પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

હર્ષદ અઘારા ગભરાય જતા અને સમાજમાં બદનામ થવાની બીક થી હર્ષદ અઘારાએ કરગરતા આ ટોળકીએ પોલીસ ફરિયાદ નહી કરવા માટે ચાર લાખ રૂપીયા આપવા પડશે તેમ ચારેયએ જણાવેલ પરંતુ મેં જણાવેલ કે મારી પાસે ચાર લાખ રૂપીયાની વ્યવસ્થા નહી થાય તેમ કહેતા તેઓ દોઢ લાખ રૂપીયામાં માની ગયેલ. જેથી હર્ષદભાઈએ મિત્ર બળદેવ ઉર્ફ કાનો મનુભાઇ પટેલ કે જે ટંકારાના નેસડા ગામે રહેતા હોય તેને ફોન કરી મારે તાત્કાલીક રૂપીયા 1,50,0 00 ની જરૂરત હોય અને પોતે હાલ રાજકોટ છું તો મને વ્યવસ્થા કરી આપ તેમ કહેતા મિત્ર બળદેવભાઈએ સોરઠીયાવાડી સર્કલ ખાતે પી.એમ.આંગળીયા પેઢીમાં દોઢ લાખનું આંગળીયુ કરાવી બેબીના કાકા વિહા કટારીયાએ પી.એમ.આંગળીયા પેઢી ખાતે જઈ હર્ષદભાઈનો મોબાઇલ લઇ રૂપીયા 1,50,000 લાવ્યા બાદ જ હર્ષદને છોડી દીધેલ. અને ત્યાથી બધા પોત પોતાની રીતે નીકળી ગયા હતા.આ બનાવ બાદ હર્ષદભાઈને આ બનાવ અંગે મિત્ર હકાભાઇ છગનભાઇ ટોયટાને વાત કરતા મિત્ર તથા ઘરના સભ્યોએ હિંમત આપતા આ ટોળકી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા, પીએસઆઇ પી.જી.રોહડિયાએ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા હનીટ્રેપમાં સંડોવાયેલ આરોપીઓના ફોટા દેખાડતા ત્રણ ફોટાને ઓળખી બતાવ્યા હતા. જેમાં અગાઉ હનીટ્રેપમાં પકડાયેલ ઝીન્નત ઉર્ફે બેબી રફિક મકવાણા હોવાનું, અને કાકા-કાકીની ઓળખ આપનાર વિહા લખમણ કટારિયા અને હંસા સિંધુ અઘોલા હોવાનું તેમજ એક અજાણ્યો શખ્સ હોવાનું પોલીસે જણાવ્યું હતું. કુવાડવા પોલીસે આ પ્રકરણમાં કુવાડવા રહેતી અને કલ્યાણપુરમાં પકડાયેલી હંસા સીંધુભાઈ આધોલાને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો