મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ડિસેમ્બરમાં લોક અદાલતનું આયોજન કરાયું
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે જીલ્લા ન્યાયાલય મોરબી અને તેના તાબા હેઠળના વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં આગામી તા. ૧૧-૧૨-૨૧ ના રોજ લોક અદાલતનું આયોજન કરાયું છે
જે લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલ, ભરણપોષણ કેસો, એલ.એ. આર કેસો. હિંદુ લગ્ન ધારો, મજુર અદાલત કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના અને વીજળી તેમજ પાણીના (ચોરી સિવાય) ના કેસો સમાધાન માટે મૂકી સકાય
જે લોક અદાલતમાં હાજર રહેતી વખતે અરજદારો અને વકીલોએ કોવીડ ૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય મોરબી અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની seva સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.