Placeholder canvas

હડમતિયાના પોલીસની ભરતી માટે પોતાના ખેતરમાં પ્રેક્ટિસ ટ્રેક બનાવી આપતા ગામના PSI

By રમેશ ઠાકોર – હડમતીયા
આગામી પોલિસ પરીક્ષાની ફિઝિકલ તડામાર તૈયારી કરતા યુવાન-યુવતીઓને હડમતિયા ગામમાં દોડવા માટે ટ્રેક ગ્રાઉન્ડનો પ્રશ્ન સતાવતો હોવાથી ગામનાં જ પીએસઆઈ એ પોતાનું ખેતર પ્રેક્ટીસ ગ્રાઉન્ડ માટે ખુલ્લું મુક્યું

ટંકારા તાલુકાનાં હડમતિયા ગામમાં આગામી પોલિસ ભરતીને લઈને ગામના યુવાન-યુવતીઓ તડામાર ફિઝિકલ તૈયારી કરી રહ્યા છે પણ દોડવા માટે ટ્રેક ગ્રાઉન્ડનો અભાવ હોવાથી આ વાતની ગામનાં જ વતની અમદાવાદના સરખેજ પોલિસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ડોડીયા ને ખબર પડતાં પોતાનાં પિતાશ્રીને ટેલિફોનીક ફોન કરી ખેતરમાં શિયાળુ પાકનું કશુ જ વાવેતર ન કરવાં જણાવ્યું હતું અને ગામના યુવાન-યુવતીઓને પોતાનું ઉજ્જળુ ભવિષ્ય સિદ્ધ કરવા આ ખેતરનો ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા જણાવ્યું હતું. જ્યારે પીએસઆઈનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે..હું પોતે આ વિકટ પરિસ્થિતિ માંથી બહાર નીકળ્યો છું વિતાવેલા દિવસો તો પાછા નહીં આવે પણ સમયની કિંમત તો ફ્ક્ત હું જ જાણું છું તેમજ દુઃખ પણ વ્યક્ત કરું છું કે ગામમાં ક્યાંય આજની યંગ જનરેશન માટે જરુરી સુવિધાઓ ન હોવાથી અને પ્રોત્સાહન ન હોવાથી ઘણાં ખરાં યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે.

વધુંમાં પીએસઆઈ વનરાજસિંહ ડોડીયાએ જણાવ્યુ હતું કે મારુ ભવિષ્ય આ ખેતરના લીધે ઉજળું બન્યું છે. આર્મી, કોન્સ્ટેબલ અને પીએસઆઈની તમામ ફિઝિકલ ટ્રેનિંગ આ ખેતરમાં લીધી હોવાથી મારા માટે લક્કી સાબિત થયેલ અને ત્રણે એક્ઝામ પાસ કરી છે. એટલે આગામી પોલિસ ભરતીમાં ગામનાં યંગ જનરેશન માટે જ્યારે પણ જરુર પડે ત્યારે નિસંકોચ પણે ખેતર વાપરવાં જણાવ્યું હતું અને ગામનું નામ રોશન કરવા જણાવ્યું હતું સાથે પરીક્ષાર્થીઓને જ્યારે પણ માર્ગદર્શનની જરુર હોય ત્યારે અવશ્ય ફોન કરવા જણાવ્યું હતું.‌‌
ત્યારે ઉલ્લેખનીય છે કે યુવાવર્ગ તાલીમ મેળવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકશે. આ ગ્રાઉન્ડ તૈયાર થતા પોલિસ ભરતીમાં રસ ધરાવતાં યુવાનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો