Placeholder canvas

હળવદ: સાપકડા ગામે જમીન મામલે મારામારીમાં બે ને ઈજા.

હળવદના સાપકડા ગામના બસ સ્ટેન્ડ પાસે ૬૦ વર્ષીય વૃદ્ધને ‘તમારી જમીન પર આવશો તો મારી નાખીશું’ તેવી ધમકી આપી વૃદ્ધ તથા તેના ભાઈને માર મારવામાં આવતા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મળેલ માહિતી મુજબ હળવદના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ આરોપી પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સવારના સમયે સાપકડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. એ સમયે બંને આરોપીઓ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યા હતા અને એવી ધમકી આપી હતી કે, અમારી વાડીની બાજુમાં તમારી જમીન છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખીશું.

જે બાદ આરોપી ભાવેશ મોટરસાયકલ પરથી નીચે ઉતરી પ્રભુભાઈને મારવા દોડીયો હતો. જેથી પ્રભુ ભાઈએ પથ્થરનો ઘા કર્યો હતો. જેને પગલે બંને આરોપીઓ કહેવા લાગ્યા હતા કે, અહીં જ રહેજે અમે આવીએ છીએ. તેમ કહી બંને જતા રહેતા પ્રભુભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા અને તેમના નાના ભાઈ ભવાનભાઈ મગનભાઈ ચાવડાને સમગ્ર બનાવની વાત કરી હતી. એટલામાં બંને આરોપીઓ તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપી પ્રકાશના હાથમાં ધારીયું હતું અને ભાવેશના હાથમાં લોખંડનો પાઇપ હતો. આરોપી પ્રકાશે પોતાના હાથમાં રહેલ ધારીયું ઊંધું રાખી ભવનભાઈ ને જમણા ખભા ના ભાગે માર માર્યો હતો. આરોપી ભાવેશે લોખંડના પાઇપ થી પ્રભુભાઈ ને જમણા ખભા ના ભાગે માર મારવા લાગ્યો હતો. એ સમયે પ્રભુ ભાઈએ ઘરમાં પડેલ સાણસો લઈને ભાવેશને માથાના ભાગે તેમાં માર્યો હતો. સાથોસાથ ભવાનભાઈએ ઘરમાં પડેલ તલવારથી પ્રકાશભાઈના જમણા પગના અંગૂઠા ઉપર પ્રહાર કર્યો હતો. છતાં પણ બંને ઈસમોએ આડેધડ હુમલો કરતા હતા અને બેફામ ગાળો આપી ઝપાઝપી કરી હતી અને જતા જતા એવી ધમકી આપી હતી કે, તમારી જમીન ઉપર આવશો તો બંને ભાઈઓને જાનથી મારી નાખીશું. ત્યારબાદ બંને જતા રહ્યા હતા.જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધાઈ છે

આ સમાચારને શેર કરો