skip to content

વાંકાનેર: નવા રાજાવડલામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા 7 શકુનિઓ પકડાયા

(by શાહરૂખ ચૌહાણ – વાંકાનેર)

વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળમાં જાહેરમાં જુગાર રમતા 7 શકુનિઓને કુલ 12400 રોકડા રૂપિયા સાથે પકડાયા છે.

વાંકાનેર નવારાજાવડલા ગામે કેનાલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા (૧) રમેશભાઈ પ્રેમજીભાઈ ડેડાણીયા (૨) વિમલ મહેશભાઈ ચાવડા(૩) દિનેશ કાળુભાઈ દેત્રોજા(૪) જગદીશભાઈ વરસિંગ સિહોર(૫) ભરતભાઈ અમૃતભાઈ ચાવડા(૬) સંજયભાઈ રસિકભાઈ સોલંકી(૭) અરૂણભાઇ શંકરભાઈ ડેડાણીયા તમામ રહે રાજાવડલાને કુલ મુદ્દામાલ 12400 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ સમાચારને શેર કરો