મહિલા તલાટીનો વીડિયો વાયરલ: ત્રણ મહીને થતા કામો ૫૦૦ રૂપીયામા એક જ મહિનામા થઇ જશે.
હળવદ શહેરના તલાટી લાંચ માંગતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ફરજમા આવતા કામોમા તલાટી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે.જેનો વિડીયો વાયરલ થયો છે.
શહેરના તલાટી હર્ષાબેનનો લાંચ માંગતો વિડિયો વાયરલ થયો છે..જેમાં તલાટી કહી રહ્યા છે કે જો કામ ઝડપી કરાવવું હોય તો 500 રૂપિયા આપવા પડશે. ત્રણ મહીને થતા કામો ૫૦૦ રુપીયામા એક જ મહિનામા થઇ જશે તેવું તલાટી કહી રહ્યા છે.
પૈસા આપો તો કામ ઝડપી થશે તેવું તલાટી સામેવાળા વ્યક્તિને કહી રહ્યા છે. તલાટીના પતિ દ્વારા લાંચની સાંઠગાંઠ કરવામાં આવે છે. તેવું લોકોનું કહેવું છે. જાગ્રુત નાગરીકે તલાટી સાથેનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે.