Placeholder canvas

હડમતિયા: નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાનો માદરે વતનમાં સન્માન સમારોહ યોજાયો

લાલ જાજમ બિછાવી અદકેરો સન્માન: ગ્રામજનો, અતિથિ મહેમાનોની વિશાળ જનમેદની વચ્ચે અદકેરા સન્માનથી નાયબ પોલિસ અધિક્ષક સ્ટેજ પર બન્યા ભાવવિભોર

By રમેશ ઠાકોર -ટંકારા

આ સન્માન સમારોહમા અતિથિ મહેમાન આચાર્ય ધર્મબંધુંજીએ દિપ પ્રાગટ્ય કરી ફુગ્ગાઓ સાથે નાયબ પોલિસ અધિક્ષકની તસ્વીર ખુલ્લા આકાશમાં વિહરતી છોડી હતી અને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. અનેક નામી અનામી મહેમાનો જેરામભાઈ વાસજાડીયા, સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડા, મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ટંકારા-પડધરી ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ પુર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, નિવૃત કલેકટર માંકડીયા, નિવૃત ડીવાયએસપી સરડવા તેમજ અનેક નામી અનામી મહેમાનો આ ક્ષણના સાક્ષી બન્યા હતા.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના કિશાનપુત્રને ત્યાં જન્મેલા અને ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમિની ઘુળમાં આળોટી મોટા થઈ સરકારી પ્રાથમિકથી માંડીને માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પુર્ણ કરી વધું અભ્યાસ અર્થે બહારગામ જઈ એગ્રીકલચરની જીપીએસસી એકઝામ પાસ કરીને પીએસઆઈથી માંડી નાયબ પોલિસ અધિક્ષકની સર્વિસ દરમિયાન તલવારની ધાર પર ચાલીને અનેક ઉતાર ચઢાવનો સામનો કરી ગુજરાત પોલિસમાં નિષ્ઠાપુર્વક સેવા આપી “રાષ્ટ્રપતિ પોલિસ મેડલ” ના હકદાર બનતા શ્રી કે.ટી. કામરીયાએ આ તમામ જશ તેમના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરતા જણાવ્યું હતું કે…

જયારે હું પોલિસ ખાતામાં જોઈન્ટ થયો ત્યારે મે મારા પિતાને જાણ કરી કે મને પીએસઆઈની નોકરી મળી છે ત્યારે તેમના સ્વર્ગસ્થ પિતાએ તે સમયમાં ચાર સલાહ (શિખામણ) આપતા જણાવ્યું હતુ કે.. પોલિસખાતું હકિકત ખાતું “ખાતુ” કહેવાય છે પણ (1) હરામનું લઈશ નહી (2) પરમાટી ખાઈશ નહી (3) નિતિમતાથી કામ કરતો રહેજે (4) રાત્રે ઉંઘ ન આવે એવું કામ કરીશ નહી આ ચાર સલાહ (સિદ્ધાંત ) મારા પિતાજીના આજે આશિર્વાદ બની તેના ફળ સ્વરુપે આજે આ બે બે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ મળ્યા છે. તેમના હક્કદાર મારા સ્વર્ગસ્થ પિતા છે. આ પોલિસ મેડલ મારા પિતાજીના ચરણોમા સમર્પિત કરુ છું અને મારા લંગોટીયા મિત્રો તેમજ ગ્રામજનોના આ અદ્ભુત સન્માનનો સદા રુણી રહીશ આમ આ અદ્ભુત સન્માન જોઈ ગુજરાતના જાંબાજ સિંઘમ નાયબ પોલિસ અધિક્ષક ખુદ ગ્રામજનોની સન્માનની ભાવના જોઈ ગળગળા સ્વરે ભાવાત્મક બની ગયા હતા.

આ સમાચારને શેર કરો