રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું ટંકારામાં ભવ્ય સ્વાગત
આઝાદીના પ્રથમ ઉદ્બોધક સ્વામી દયાનંદની જન્મભૂમિ ખાતે પહોંચી સાયકલ યાત્રા…
By Jayesh Bhatasna -Tankara
આઝાદ હિંદ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર દેશના નરબંકા સમા યુવાનોને ભારતનું શ્રેષ્ઠ ગૌરવ અપાવવા અને ક્રાંતિવીરો ની ગાથા જનજન સુધી પહોચાડવા ના ઉમદા હેતુથી સોમનાથ થી દિલ્હી સુધી નીકળેલી સાયકલ યાત્રા આજે ટંકારા આવી પહોંચી હતી જેમા વિધાથી એકતા સંગઠન શૌક્ષણીક સંસ્થા કોગેસ પ્રમુખ ભુપત ગોધાણી ચેરમેન મહેશ લાધવા શ્રીરામ એગ્રો વાળા ભગવાનજી ભાઈ સહીત મોટી સંખ્યામાં યુવાનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશ માટે પોતાના પ્રાણની આહુતિ દેનાર ભગતસિંહ સુખદેવ. રાજગુરુ. અશફાક ઉલ્લાખાન સહિતના અનેક ક્રાંતિકારી ને યુવાનો જીવન મા ઉતારે અને ભારત નુ સર્વશ્રેષ્ઠ બિરુદ અપાવવાના ઉમદા હેતુથી નીકળેલી સાયકલ યાત્રા ટંકારા ના રાજમાર્ગો પર ફરી હતી જેમા દયાનંદ દ્વારથી દેરીનાકા રોડ રાજબાઈ ચોક. મેઈન બજાર. મોરબી નાકા. અમરાપર રોડ. ઉગમણા નાકે ધેટીયા વાસ દેરાસર રોડ થઈ દયાનંદ સરસ્વતી ચોક ખાતે આવી પહોંચી હતી બાદમાં ગુરુકુળ ખાતે રાત્રી વિશ્રામ કરી કાલે મોરબી જવા રવાના થશે.
યાત્રા ના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા એ શહીદોની શહાદતને યાદ કરી આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ના જીવન ઉપરથી નાગરીકો મા દેશદાઝ વધે અને આ વાત જન જન સુધી પહોંચે એ માટે આખે આખુ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું સાથે સમ્રાટ બુદ્ધે દેશભક્તિના નારા થી ટંકારા ના રાજ માર્ગોને દેશ ભક્તિ ના નારા થી ગુજતુ કર્યુ હતું હતું