Placeholder canvas

બે વર્ષ બાદ હજયાત્રા:79237 ભારતીય શ્રદ્ધાળુઓ 31 મે થી રવાના થશે.

તમામ નિયમો અને પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

કોરોનાકાળના પ્રવાસ નિયંત્રણોને કારણે બે વર્ષથી બંધ મુસ્લીમોની પવિત્ર હજયાત્રા આ વર્ષે 31 મે થી યોજાશે. સાઉદી અરેબીયાએ વિશ્વભરના શ્રદ્ધાળુઓને ધાર્મિક યાત્રા માટે પ્રવેશની છુટ્ટ આપી છે. ભારતીય મુસ્લીમો પણ સામેલ થઈ શકશે.

ભારત સરકારે ચાલુ વર્ષે 79237 મુસ્લીમ શ્રદ્ધાળુઓને હજયાત્રાએ જવાની પરવાનગી આપી છે. કોરોના મહામારી હજુ ચાલુ જ છે અને કડક નિયમનો લાગુ થવાનુ મનાય છે. શુક્રવારે હજયાત્રા માટે અરજી કરવાનો અંતિમ દિવસ હતો. 88000 થી વધુ અરજી થઈ હતી.

2000 જેટલી મહિલાઓએ કોઈ પુરુષ સાથી વિના એકલા જ હજયાત્રાએ જવાની અરજી કરી છે. 2018 થી નવી 24 નીતિ અંતર્ગત 45 વર્ષથી ઉપરની વયની મહિલા એકલી હજયાત્રા કરી શકે છે. જો કે, ઓછામાં ઓછી ચાર મહિલાનું ગ્રુપ સાથે હોવું જોઈએ તેવી શરત છે.

2019માં બે લાખ ભારતીય મુસ્લીમોએ હજયાત્રા કરી હતી તેમાં અર્ધોઅર્ધ મહિલાઓ હતી, જેમાં 3040 મહિલાઓએ એકલા જ યાત્રા કરી હતી. લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે પુરૂષ સાથીદર વિના એકલા જ હજયાત્રાએ જવાની 2020 અને 2021માં અરજી કરનારી મહિલાઓની અરજીને પણ ચાલુ વર્ષે લક્ષ્યમાં લેવામાં આવશે. 2020 થી 2022 સુધીના અરજદારોને ધ્યાને લેવામાં આવે તો આ વર્ષે આ શ્રેણીમાં અંદાજીત 5000 મહિલાઓને મંજુરી મળી શકશે.

ભારતીય હજયાત્રીઓને 31 મે થી જુદા-જુદા ગ્રુપમાં મોકલવામાં આવશે. તેઓએ તમામ પ્રોટોકોલ-માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. પ્રથમ વખત હજ કમીટી ઓફ ઈન્ડિયામાં બે મહિલા ઉપપમુખની નિયુક્તિ કરવામાં આવી છે. એ.પી.અબ્દુલ્લાહકુટ્ટી સર્વાનુમતે ચેરપર્સન તરીકે નિયુક્ત થયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ છે. બે મહિલા ઉપપ્રમુખમાં મુન્નાવરી બેગમ તથા મફુઝા ખાતુન છે. મુન્નાવરી બેગમ વકફ કાઉન્સીલના સભ્ય છે. માફુઝા પશ્ચિમ બંગાળ ભાજપના ઉપપ્રમુખ છે.

આ સમાચારને શેર કરો