વાંકાનેર: પાંચદ્રારકા ગામે રવિવારે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ…

વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન પાંચદ્વારકા ગામની ધુળીયા ગલીમાં રમીને, ઉછળીને મોટા થયા છે. તેઓ આજે રાજકોટમાં કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુંદર સંચાલન કરી રહ્યા છે અને તબીબી ક્ષેત્રમાં ખૂબ સારી નામના મેળવેલ છે. ત્યારે તેઓએ પોતાની જન્મભૂમકાના લોકો માટે જેમાં ખાસ કરીને બહેનો માટે તેઓની આ સફળતા અને તબીબી આવડતનો તદ્દન ફ્રીમાં લાભ પોતાના ગામની મહિલાઓ, દીકરીઓને આપવા માટે ગામમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન આગામી તા.19/03/2023ને રવિવારે કરવામાં આવેલ છે.

આગામી રવિવારે વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત (દીકરીઓનો મદ્રાસો) તથા કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ -રાજકોટ દ્રારા એક સ્ત્રીરોગનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટના મહિલા ગાયનેક ડો. શાહના જીંદાણી એમ.એસ.(ગાયનેક) પ્રસુતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાંત, ડો. કરીશ્મા સોલંકી MPT(ફિઝીયોથેરાપી) અને ડો. શહેનાઝ આર. કડીવાર (મેડીકલ ડાયરેક્ટર) સેવા આપશે. આ કેમ્પમાં નોંધપાત્ર એ છે કે નિદાન તો ફ્રીમાં કરી આપવામાં આવશે સાથોસાથ દવા પણ ફ્રીમાં આપવામાં આવશે. અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે તે માટે રાજકોટ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાનું રહેશે. આ લાભ માત્ર આ કેમ્પમાં આવેલ મહિલાને જ મળશે.

આ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ :-

➡️ આ નિદાન કેમ્પ ફકત બહેનો માટે જ છે. જેમાં દરેક પ્રકારના સ્ત્રીરોગ, ગર્ભાશયની કોથળી, અંડાશયના રોગો વગેરેનું નિદાન તથા દવાઓ ફ્રી આપવામાં આવશે. ફ્રી માં
➡️ ડાયાબીટીસ ચેકઅપ કરી આપવામાં આવશે.
➡️ નોર્મલ ડિલીવરી માટે સર્ગભાવસ્થા દરમ્યાન થતી કસરતનું યોગ્ય માર્ગદર્શન ડો. કરીશ્મા સોલંકી દ્રારા આપવામાં આવશે.
➡️ વ્યંધત્વ ને લગતું સચોટ નિદાન અને માર્ગદર્શન, હાઇ રીસ્ક પ્રેગ્નન્સી માટે માર્ગદર્શન તથા સારવાર.
➡️ કેમ્પમાં આવનાર દર્દીને જરૂર પડયે સોનોગ્રાફી કડીવાર હોસ્પીટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવશે.
➡️ ગર્ભાશયની કોથળીના ઓપરેશન રાહતદરી કરી આપવામાં આવશે.

માર્ગદર્શન માટેની ખાસ વ્યવસ્થા :-

મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન કેવી કસરત કરવી? ખાવા પીવામાં શું તકેદારી રાખવી ? તેમજ જીવનશૈલીમાં શું ફેરફાર કરવો ? વગેરેનું વિડીયો દ્વારા માર્ગદર્શન તેમજ લાઈવ પ્રવચન દ્વારા માહિતગાર કરવામાં આવશે જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ ઉપયોગી થશે.

કેમ્પનું સ્થળ:-

જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત
(દિકરીઓનો મદ્રાસો)
મું.નવા પાંચદ્વારકા, તા. વાંકાનેર, ઓફિસ મો. નં. 9904786061

તારીખ:- ૧૯-૩-૨૦૨૩ રવિવાર

સમય:- સવારે ૯:૦૦ થી ૧:૦૦

વધુ માહીતી માટે સંપર્ક :-
ડો. શહેનાઝ કડીવાર- 9909478619. કૌશર દેકાવડીયા – 8799481518

નોંધ:- આ કેમ્પમાં વાંકાનેર શહેર અને તાલુકાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ લાભ લઇ શકશે, તેમજ આ કેમમાં કોઈપણ ધર્મ,જાતની મહિલાઓ પણ ભાગ લઈ શકશે. તેમજ આ નિદાન કેમ્પમાં ભાગ લેનાર આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારની મહિલાને જો જરૂરી હોય તો ઓપરેશન પણ સાવ નજીવા દરેક કરી આપવામાં આવશે…

આ સમાચારને શેર કરો