Placeholder canvas

મોરબી: જન્મથી જ હ્દયમાં કાણું ધરાવતા બાળકનું RBSK ના માર્ગદર્શનથી વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયુ.

મોરબીની અનંતનગર સોસાયટીની શેરી નંબર 3મા રહેતા ભાવીનભાઈ પંચોલીની દીકરી પંક્તિને જન્મથી જ હ્દયમાં કાણું (congenital heart disease) હતું. તેમને મોરબી તાલુકાની RBSK team દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરાવામાં આવેલ. RBSK team ના મેડિકલ ઓફિસર ડો. ભુમિકા એ. સુચક તથા ડો. પ્રકાશ દલવાડી દ્વારા બાળકના ઘરે જઈને સ્ક્રીનીંગ કરવામાં આવેલ જેમાં બાળકને હ્રદયરોગ હોવાની જાણ થતાં રીફર કાડૅ ભરી તથા જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું માગૅદશૅન આપી અમદાવાદની યુ.એન.મહેતા હાટૅ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

બાળકનું અમદાવાદની યુ.એન.મહેતા હાટૅ હોસ્પિટલમાં RBSK સંદર્ભ કાડૅ અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું. આ સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલમાં ૩-૪ લાખ જેટલો ખર્ચ આવે છે. બાળક નો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિનામૂલ્યે સારવાર, યોગ્ય સમયે માગૅદશૅન તથા રેફરલ સર્વિસ આપવા માટે rbsk mo ડો ભુમિકા સુચક તથા ડો પ્રકાશ દલવાડી નો આભાર માન્યો. હાલમાં બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તથા rbsk team દ્વારા તેમનો નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે.

આ સમાચારને શેર કરો