Placeholder canvas

TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર…

ગુજરાત ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) હાયર સેકન્ડરી (HS) Mains 2023ના પરિણામો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ તેમના પરિણામો સત્તાવાર પોર્ટલ sebexam.org પર જોઈ શકે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140થી વધુ ગુણ, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં 243 કેન્દ્રો પર પાંચ ઝોનમાં યોજાયેલી આ પરીક્ષામાં 41,250 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે ઉમેદવારોના નામ મેરિટ હોય તેઓ 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર, 2023 દરમિયાન sebexam.org પર ઑનલાઇન અરજી કરી શકે છે.

ટાટા એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો.

Gujarat TAT 2023નું પરિણામ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

http://sebexam.org/Form/printResult

આ સમાચારને શેર કરો