આમરણ: સી.એલ.પરીખ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
By SABIR BUKHARI (Amran)
આમરણ : ગત તા. 2 માર્ચ, 2020ના રોજ આમરણની સી. એલ. પરીખ હાઈસ્કૂલ દ્વારા માર્ચ-2020ના પરીક્ષાર્થીઓનો શુભેચ્છા તેમજ શાળાના અગ્રીમ શિક્ષક દેવરાજભાઇ ટી. કુંડારીયા તા. 31 ઓક્ટોબર, 2019ના રોજ વય નિવૃત થતા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટ દ્વારા તેઓનો વિદાય સમારંભ, આમરણથી નજીક મેલડી માતાના મંદિરે યોજાયો હતો.
આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો, અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. તેઓએ શિક્ષકનું ભારતીય પરંપરા મુજબ સન્માન કરી, દીર્ધાયુ તેમજ સ્વસ્થ આયુષ્ય અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા તેઓના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ નિવૃત શિક્ષક દ્વારા શાળાને એક પ્રિન્ટર મશિનની ભેટ અર્પણ કરી હતી.