વાંકાનેર: ખીજડીયાની માસુમ બાળકીને કાર ચાલકે હડફેટે લેતા દાદાની નજર સામે જ પૌત્રીનું મોત

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ લગ્નમાં ગયેલ ખીજડીયા ગામના વતની ગનીમામદ હાજીભાઇ પરાસરા અને પૌત્ર તેના ઘરે જવા માટે દરગાહ નજીક ઊભા હતા ત્યારે અજાણી કાળા કલરની કારના ચાલકે આ માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે દાદાની ફરિયાદ લઈને અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામે રહેવાસી ગનીમામદ હાજીભાઇ પરાસરા જાતે મોમીન (ઉંમર ૫૪) તેની પૌત્રી ઇબ્સાબાનુ મુનીરભાઇ પરાસરા સાથે વાંકાનેર તાલુકાના ગારીડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પરત આવવા માટે ગારીડા ગામ પાસે આવેલ અબ્દુલશા પીરની દરગાહ પાસે દાદા અને પૌત્ર ઉભા હતા તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ કાળા કલરની કારના ચાલકે ગનીમામદભાઇની માસૂમ પૌત્રીને હડફેટે લીધી હતી જેથી કરીને તેને શરીરે નાનીમોટી ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું છે.

આ અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી તેની કાર લઇને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગનીમામદભાઈ દ્વારા અજાણ્યા કારચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલી છે.

આ સમાચારને શેર કરો