Placeholder canvas

BREAKING : સરકાર TRB જવાનો સામે ઝૂકી, છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

રાજ્યમાં TRB જવાન લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય પરત ખેંચવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્યના પોલીસ વડાએ તાજેતરમાં જ 6400 TRB જવાનોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ ઠેર-ઠેર આ નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો.જોકે, બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા એક બેઠક યોજાઈ હતી. જેમાં ટીઆરબી જવાને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં કુલ 9000 TRB જવાનોમાંથી 6400 TRB જવાનો મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયનો ટીઆરબી જવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજે સરકારે આ નિર્ણયને મોકૂફ રાખતા ટીઆરબી જવાનોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, 10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરાશે. 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે. 5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરાશે. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા. 3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરાશે. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે આ અંગે રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર બહાર પાડ્યો હતો.

  1. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને તા.30/11/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
  2. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોએ 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.31/12/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
  3. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને તા.31/03/2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
આ સમાચારને શેર કરો