Placeholder canvas

રેસકોર્સ મેદાનમા ગૌ ટેક-2023 એક્સપો  અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

“GAU TECH – 2023″ના માધ્યમથી કાંઉ બ્રીડીંગ, બાયો પેસ્ટિસાઈડસ, કાઉ ટુરીઝમ, કાઉં એગ્રોનોમી, એથ્રો વેટરનીટી વિષયો પર વિવિધ સેમિનારો યોજાશે: કથીરિયા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપ મનસુખભાઈ ખાચરિયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મનસુખભાઈ રામાણીની અધ્યક્ષતામાં તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગ બોર્ડ ના પૂર્વ ચેરમેન શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતીમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના વિજયભાઈ કોરાટ, પ્રાગજીભાઈ કાકડીયા, તળશીભાઈ તાલપરા, રાજકોટ તાલુકા પ્રમુખ બાબુભાઈ નસીત, અમિત પડારીયા, રાજકોટ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો તથા તમામ મોરચાના હોદ્દેદારોની એક બેઠક યોજાઇ હતી .

 આ બેઠકમાં મનોજભાઈ રાઠોડ, કમલેશભાઈ રોકડ,  સતિષભાઈ શિંગાળા, સલીમભાઈ પતાણી , નવીનપરી ગોસ્વામી,  રજનીભાઈ સખીયા, સંજયભાઈ મોલિયા, ગીરીશભાઈ પરમાર, રાજુભાઈ ધારૈયા, ડોક્ટર દિપક પીપળીયા, અરૂણભાઇ નિર્મળ, પ્રવીણભાઈ હેરમાં, લાલજીભાઈ આઠું, મહેશભાઈ વાણીયા, અસલમ મલેક, હેપી રૈયાણી, મનોજભાઈ કાછડીયા, વિમલભાઈ ખંડવી, વિજયભાઈ ગમારા, ગૌતમભાઈ બારસીયા, જતીનભાઈ સિદપરા, વિનુભાઈ ઠુંમર, જશવંતભાઈ સાંગાણી, ભગીરથસિંહ જાડેજા, મુકેશભાઈ તળપદા સહિતના તાલુકા મંડળ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 શ્રી મનસુખભાઇ રામાણીએ બેઠકનું સંચાલન કરતા કહ્યું હતું કે, ગૌ ટેક 2023 એ આપણી ગૌ આધારીત સંસ્કૃતિ અને વર્તમાન ટેકનોલોજીનો સુભગ સમન્વય બની રહેશે. ગૌટેકના માધ્યમથી લોકોને ગૌધનનું મહત્વ સમજાતા ગૌ માતાને રખડતા ઢોર તરીકે મુકી દેવાના બદલે પોતાના ઘર આંગણે ગાય બાંધીને તેમની સાર-સંભાળ રાખતા થશે. વર્તમાન સમયમાં લોકો કેવી અને ક્યા નસ્લની ગાયની ખરીદી કરવી તેના અભ્યાસ માટે ગુજરાતથી બ્રાઝિલ જતા થયા છે.

 રેસકોર્સ ખાતે યોજાતો “GAU TECH – 2023” ના પ્રણેતા ડો. વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં ગૌ સંરક્ષણ અને સંવર્ધન માટે રાજકોટ મહત્વનું કેન્દ્ર બની રહેશે. “GAU TECH – 2023″ના માધ્યમથી વિવિધ સેમિનારો કરવામાં આવશે જેમાં કાંઉ બ્રીડીંગ, બાયો પેસ્ટિસાઈડસ, કાંઉ ટુરીઝમ, કાઉં એગ્રોનોમી, એથ્રો વેટરનીટી (ગાયના અવશેષોમાંથી અન્ય પ્રાણીઓ માટે દવા) અંગેના સેમિનારો યોજવામાં આવનાર છે. ગાય એટલે ગૌ-ધન છે તેને ધ્યાને રાખીને રાજકોટની બિલ્ડર લોબીને કામધેનું નગરનું આયોજન કરવા અંગે નવી દિશા પ્રદાન કરી હતી. “GAU TECH – 2023″ના આયોજન દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ગૌ-ડાયરો,ગૌ-નાટક, ગૌ-નૃત્ય નાટીકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય મંત્રી અલ્પેશ અગરાવત, વિવેક સાતા, કિશોર રાજપૂતએ કરી હતી .  ગૌ-ટેકના પ્રચાર પ્રસાર  અરૂણભાઈ નિર્મળ સંભાળી રહયા છે.

આ સમાચારને શેર કરો