Placeholder canvas

વાંકાનેર: હસનપર પાસે આવેલા પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાં આગ લાગતા પાઇપનો જથ્થો બળીને ખાખ….

વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ગુજરાત રાજયનાં પાણી પુરવઠા બોર્ડના વાંકાનેર જુથ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલ સ્ટોરમાં ત્યાંથી પસાર થતી વિજ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, જેમાં ત્યા રાખેલ 1500 મીટર કરતા વધુનો એચડીઈપી પાઇપનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. બાબતે પાણી પુરવઠા બોર્ડના ઈન. નાયબ કાર્યપાલક ઇજનેર કે. પી. બલદાણીયા દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા બે કલાક કરતાં વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

મળેલી માહીતી ઉજબ પાણી પુરવઠા બોર્ડના વાંકાનેર જુથ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સ્ટોરમાં આજે અચાનક આગ લાગી હતી, જેમાં સ્ટોરમાં રાખેલ એચડીઇપી પાઇપનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં વાંકાનેર નગરપાલિકાના મીની ફાયર બ્રિગેડ તથા મોરબી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે કલાક કરતાં વધુ સમયની જહેમત બાદ આગ પરથી કાબુ મેળવાયો હતો.

આ સમાચારને શેર કરો