Placeholder canvas

હીરાસર એરપોર્ટના નામે બે ગઠિયાએ ૧૨ લાખનું ડીઝલ ઉધારીમાં લઈ ગયા, હવે મળતા નથીને મોબાઈલ બંધ !!

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હીરાસર એરપોર્ટ માટે ઉધારીમાં ડીઝલ ખરીદવાને નામે બે ગઠિયાઓએ બોગસ ચેક આપીને રૂપિયા ૧૨.૯૧ લાખના ડીઝલ પુરાવી છુમંતર થઇ ગયા હતા જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટના રહેવાસી માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ આરોપી મનીશ શર્મા અને રાજ ઠાકુર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા ૫૫ વર્ષથી તેઓ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ઠીકરીયાળા ગામના સર્વે નંબર પૈકીની જમનીમાં આવેલ ભારત પેટ્રોલીયમ કંપનીનો બાઉન્ડ્રી સર્વીસ સ્ટેશન નામનું પેટ્રોલપંપ ચલાવે છે.

ગત તારીખ ૨૦/૧૨ના રોજ બંને આરોપીએ પેટ્રોલપંપે આવ્યા હતા અને ‘અમોને હીરાસર એરપોર્ટમાં માટી ફીલીંગના કામ માટે ૧૦ દિવસની ઉધારીયે એક્મેકવેટર માટે ડીઝલ જોઇએ છે’ તેવું તેમના મેનેજરને જણાવ્યુ હતું. મેનેજરે આધાર પુરાવા માંગ્યા હતા. જેમાં આરોપીઑએ ગ્વાલીયરની રાઈ બિલ્ડર્સ નામની કંપનીનું નામ રજૂ કર્યું હતું. અને પોતાની ઓળખ મેનેજર મનીશ શર્મા અને સાઇટ સુપર વાઇઝર રાજ ઠાકુર તરીકે આપી હતી. જેથી માનવેન્દ્રસિંહે આરોપીઑ પાસેથી એકાઉન્ટ પે ના પાંચ ચેક કોરા તેમજ પેઢીનું પાનકાર્ડ તેમજ જી.એસ.ટી. નંબર,માલીકના આધારકાર્ડની ઝેરોક્ષ અને પેઢીનું લેટર પેડ મંગાવ્યા હતા. પરંતુ બંનેએ જુના લેટરપેડ તથા કોરા ચેક આપ્યા છતાં પાનકાર્ડ તેમજ જી.એસ.ટી. નંબર આપ્યા ન હતા. અપૂરતા દસ્તાવેજ મંગાવ્યા હતા. જેના કારણે માનવેન્દ્રસિંહના મેનેજરે ડીઝલ આપવાનો ઇનકાર કર્યો હતો.

એ સમયે આરોપીઑએ ‘તારીખ ૦૧/૦૧/૨૦૨૩ના રોજ અમારા રાઇ બિલ્ડર્સના માલીક આવશે ત્યારે સાથે લેતા આવશે બાકી ના જે પણ કાગળો જોઇતા હોય તે હું કંપનીમાં ફોન કરુ છુ અમારા એકાઉટન્ટને સમજાવી દયો’ તેમ કહી રાજ ઠાકુરે પોતાના ફોનમાંથી ફોન લગાડીને મેનેજરને તેમના એકાઉટન્ટ સાથે વાત કરી બાકીના કાગળો બે ત્રણ દિવસોમાં આપને મળી જશે તેવુ કહી ૨૦૦૦ લીટર ડીઝલ બેરલમાં ભરાવ્યુ જે બેરલ ભરાવ્યા હતા. આ પ્રકારે સિલસિલો શરૂ કરી આરોપીઑએ તા.૨૫/૧૨ થી તા.૦૪/૦૧ સુધીમાં સાત વખત પેટ્રોલપંપ માથી રૂપિયા ૧૨,૯૧,૩૦૧ની કિમતના કુલ ૧૪૦૧૦ લીટર ડીઝલને છેતરપીંડી પૂર્વક મેળવી લીધું હતું.

જે બાદ જ્યારે માનવેન્દ્રસિંહના મેનેજર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી ત્યારે આરોપીઑએ ખોટી હૈયા ધારણા જ આપી હતી અને એક તબક્કે તો બંનેને ફોન સ્વીચોફ આવતા હતા. જેથી માનવેન્દ્રસિંહે ગ્વાલિયર સુધી તપાસ કર્તા સત્ય સામે આવ્યું હતું કે, રાઈ બિલ્ડર્સ નામની કંપની તો ઘણા સમયથી બંધ થઈ ગઈ હતી. બંને ઇસમોએ બોગસ ચેક તથા લેટરપેડ રજૂ કરીને છેતરપિંડી આચરી હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો