Placeholder canvas

ગુજરાતના લોકોને ક્યારે મળશે રૂ.450માં ગેસ સિલિન્ડર? -અમિત ચાવડા

રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનના લોકોને 450 રૂપિયે ગેસ સિલિન્ડરનો બાટલો આપવાનો પહેલો વાયદો પુરો કર્યો હતો. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રજાનો અવાજ ઉઠાવતા સરકારને સવાલ કર્યા કે જો પાડોશી રાજ્યમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર અપાય છે તો પછી ગુજરાતના લોકોને કેમ નથી અપાતો?

રાજસ્થાનમાં જે લોકોને 450 રૂપિયાના સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવી છે. આ લાભાર્થી મહિલાઓને પહેલા 500 રૂપિયે સિલિન્ડર મળતું હતું. જેમાં 10 ટકા જેટલો કપાત કરતા હવે 450 રૂપિયાનું સિલિન્ડર આપવામાં આવશે. યોજના મુજબ મહિનામાં એક સિલિન્ડર પર જ સબસિડી આપવામાં આવશે. હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સતા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના લોકો 3 દશકથી સરકારમાં ભાજપને ચૂંટે છે, તો પછી તેમને અન્યાય કેમ થઈ રહ્યો છે.

આ સમાચારને શેર કરો