Placeholder canvas

વાંકાનેર: ભાટિયા સામુહિક આપઘાતના બનાવમાં સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માતા અને બે દીકરીઓએ સામુહિક આપઘાત કરી લીધો હતો સવારના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ માતા અને બે દીકરીઓએ પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું જે ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુલાબેન ભરતભાઈ ખાંડેકા (ઉ.વ.૪૫) અને તેની બે પુત્રીઓ સેજલબેન ખાંડેકા (ઉ.વ.૧૯) તથા અંજુબેન ખાંડેકા (ઉ.વ.૨૩) એમ ત્રણ માતા-પુત્રીઓએ આજે સવારે પોતાના ઘરે સામુહિક આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ત્રણેય મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

સુસાઈડ નોટ મળી આવી

માતા અને બે દીકરીઓના સામુહિક આપઘાતની ઘટનામાં સુસાઈડ નોટ પોલીસે કબજે લીધી છે બનાવ મામલે ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૧ વર્ષ પૂર્વે મૃતક મંજુબેનના પુત્ર અજયે પોલીસ ખાતાની પરીક્ષા આપી હતી જેમાં તેઓ નાપાસ થતા ગત તા. ૧૨-૦૪-૨૦૨૩ ના રોજ આપઘાત કર્યો હતો જેના દુઃખમાં આજે માતા અને બે દીકરીઓએ આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં પણ દીકરા વગર જીવી સકે તેમ ના હોવાનું લખ્યું છે સાથે જ આપઘાત માટે પોતે જ જવાબદાર હોવાનું લખ્યું છે તેમ માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું

ત્રણ અર્થી એક સાથે ઉઠી…

માતા અને બે યુવાન દીકરીઓએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું જે સામુહિક આપઘાતની ઘટના વાયુવેગે પંથકમાં પ્રસરી જવા પામી હતી તો મૃતક માતા અને બે દીકરી એમ એકસાથે ત્રણ અર્થી ઉઠતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો ગઈ કાલે સાંજે ત્રણેય માતા-પુત્રીઓની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

આ સમાચારને શેર કરો