Placeholder canvas

વાંકાનેર: ખીજડીયામાં ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ અને પવાર પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાય.

વાંકાનેર તાલુકાના ખીજડીયાની રેવેન્યુ સર્વે નંબરમાં આજરોજ ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ અને તેના પવાર પ્રોજેક્ટ જે આવનાર છે તેની પર્યાવરણીય લોક સુનાવણી કલેકટર જે.બી. પટેલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રીજીયોનલ અધિકારીશ્રી કે. બી. વાઘેલાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાનું ખીજડીયા ગામના સર્વેનંબર અને કણકોટની નજીક ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ અને તેના પવાર પ્રોજેક્ટ આવી રહ્યું છે તેમની જમીન ખરીદી થઈ ગઈ છે અને લેવલિંગનું કામ પૂરું થવામાં છે ત્યારે આ સ્ટીલ અને પાવર પ્લાન આવવાથી પર્યાવરણની અને આસપાસ ની ખેતી માં નુકસાન થશે. પ્લાન થી 10 કિલોમીટર ત્રીજયામાં આવતા ગામોના સરપંચોને ૩૦ દિવસ પહેલા લેખિત જાણ કરવાની હોય છે અને ત્યારબાદ આ લોક સુનાવણી યોજવામાં આવતી હોય છે પણ આ કિસ્સામાં આવું નથી થયું અમુક પંચાયતોને ત્રણ દિવસ પૂર્વે જાણ કરી છે તો અમુક પંચાયતને જાણ કરવામાં આવી નથી. તેમજ પ્લાન્ટની બાજુમાં ખરાબામાં થી મોટા પ્રમાણમાં માટી ઉપાડી ત્યાં ખાડા કરવાથી બાજુના ખેડૂતોની ખેતીની જમીનમાં નુકસાન થાય તેમ છે તેમજ આ પ્લાનમાં દરરોજ 630 ટન કોલસો ઉપયોગમાં લેવાશે તેમના કારણે ડસ્ટ અને ધુમાળાના પ્રશ્નોના કારણે આજુબાજુ માં ખૂબ નુકસાન થશે. આ પ્લાન્ટની બાજુમાં ગેસનો પ્લાન્ટ પણ આવેલો છે તેને નજર અંદાજ કરવામાં આવ્યો છે અને રામપરા અભ્યારણમાં પણ 10 કી. મી. ઓછા અંતરે છે જેમાં સિંહ બીડિંગને પણ અસર થશે આવા તમામ મુદ્દે કણકોટ ગામના સામાજિક યુવા અગ્રણી ઉસ્માનગની શેરસિયાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પ્લાન માટેની લોક સુનાવણી ગઈ કાલે એટલેકે તારીખ ૩૧મી જાન્યુઆરીના રોજ પ્લાન્ટ ખાતે યોજાઇ હતી જેમાં સૌ પ્રથમ પ્રોજેક્ટની સમજ આપતું પ્રઝેન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં હાજર રહેલ લોકોને પ્રશ્નો રજુ કરવા માટે તક આપવામાં આવી હતી તેમાં કણકોટના નિવાસી સામાજિક કાર્યકર ઉસ્માનગની શેરસીયાએ આશરે ૩૦ જેટલા પ્રોજેકટના કારણે થનાર પ્રદૂષણ અને સંભવિત અસરો પર રજુ કાર્ય હતા તેમાં અસરગ્રસ્ત વિસ્તારની પંચાયતોને રીપોર્ટ ૩૦ દિવસ પહેલા મળી જવો જોઈએ તેના બદલે ફક્ત ૩ દિવસ પહેલાં આપવામાં આવેલ છે અને હજી પણ અમુક પંચાયતને રીપોર્ટ આપવામાં આવેલ નથી.

ઈ.આઈ.એ.માં લખવામાં આવ્યું છે કે મચ્છુ નદી ૧૦ કિમી દૂર છે પણ આસોય નદી ૧ કિમી દૂર છે જેની માહિતી લખેલ નથી. કંપનીના સ્થળથી રામપરા અભ્યારણ નજીક આવેલ છે તેને શું નુકશાન થશે તે માહિતી આપેલ નથી અને પર્યાવરણીય સેન્સેટીવ ઝોન (ઈકો ઝોન)ની માહિતી છુપાવવામાં આવેલ છે. કંપની દ્વારા ખરીદ કરેલ જમીનમાં લેવલીંગ માટે બાજુના વિસ્તારમાંથી માટી અને કપચી ઉપાડવામાં આવેલ છે તેની ખાણ ખનીજ ખાતા પાસેથી મંજૂરી મેળવેલ નથી. કંપનીની પાણીની જરૂરિયાત ગ્રામ પંચાયત નર્મદામાંથી પૂરી પાડશે પણ અત્યારે ગ્રામ પંચાયતને જ નમર્દા પાણી મળતું નથી તો પાણીની જરૂરિયાત કેમ પૂરી થશે ? કંપનીમાં વપરાશમાં લેવામાં આવનાર કોક અને કોલસામાં સલ્ફર અને એશનું પ્રમાણ બતાવશો. અને તે માટે લેબોરેટરીના અહેવાલ તેમના મૂળ ઉત્પાદન સ્થળ સાથે આપશો. ડ્રાય ફોજીન્ગ પધ્ધતિ વિષે સવિસ્તૃત માહિતી આપશો. તેના પરિણામો અને તેની કાર્યક્ષમતા વિષે માહિતી આપશો અને આ ટેક્નોલૉજી સર્ટીફાઈ કરનાર કંપનીનું નામ આપશો.

આવનાર નવા પ્લાન્ટમા હવા પ્રદૂષણ નિયંત્રણ માટે ક્વેંચિંગમાં કઈ નવી આધુનિક ટેક્નોલૉજી વાપરવામાં આવશે અને હવાના પ્રદૂષણ પર શું ફરક પડશે તે વિષે માહિતી આપશો. ઇઆઇએ રિપોર્ટમાં બતાવ્યા મુજબ હવાના રજકણ ઓછા કરવા ESP ટેક્નોલૉજી વાપરવામાં આવશે એમ બતાવેલ છે તો તે કઈ ક્ષમતાની અને કઈ જગ્યાએ લગાવવામાં આવશે તે સવિસ્તૃત જણાવશો. ડસ્ટ કલેકટરમાંથી જમા થયેલ ફ્લાયએસ કયા નાખવામાં આવશે? જો કોઈ બ્રિક મેન્યુફ્રેકટરરને આ ફ્લાય એશ આપવા માટે એમઓયુ કરેલ હોય તો તેની નકલ આપવી, દર મહિને કેટલો સલ્ફર ડી-સલ્ફર યુનિટમાંથી પેદા થશે ? તેના અંદાજિત આંકડા આપશો. ચીમનીની ઊંચાઈ ઇઆઈએ રિપોર્ટમાં દર્શાવેલ નથી. આ ચીમની લગાવવાથી કેટલા વિસ્તારમાં પ્રદૂષણ ફેલાશે તેનો શક્યતાદર્શી માહિતી આપેલ નથી. ચાર્જિંગ વખતે નીકળતા પીળા/કેશરી ધુમાડાને દબાવવા માટે શું પગલાં ભરવામાં આવશે ? તેની વિગતો આપશો. પીળા/કેશરી ધુમાડાથી આ વિસ્તારમાં ખુબ જ પ્રદૂષણ થશે. આ પ્રોજેકટથી ગામ ૯૦૦ મીટર, રામપરા વાઇલ્ડલાઈફ સેન્ચુરી ૫ કિમી દૂર છે અને પર્યાવરણીય સેન્સેટીવ ઝોન ૧ કિમી દૂર છે હવાના પ્રદૂષણથી લોકોને શ્વાસમાં તકલીફ પડશે અને આરોગ્યની સ્થિતિ બગડશે તેમજ પર્યાવરણને પણ નુકશાન થશે તેથી આ પ્રોજકેટને હવા અને પાણી પ્રદૂષણ નિયંત્રણની કડક શરતો પર્યાવરણ સંમતિ પત્રકમાં આપવા ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગે આપવી જોઈએ.

આ સમગ્ર પ્રોજેકટમાંથી દરેક યુનિટ દીઠ કેટલો સ્લેગ નીકળશે તેની માત્રા બતાવશો. આ સ્લેગને ક્યાં નાખવામાં આવશે? સ્લેગના વ્યવસ્થાપન કાર્યક્રમની વિગત વિના આ પ્રોજેકટને મંજૂરી આપવામાં ન આવે એવી માંગ છે. સ્લેગને ક્યાં સ્ટોર કરવામાં આવશે ? ઇઆઈએ રિપોર્ટમાં આપેલ માહિતી પરથી યોગ્ય અને પૂરતી જગ્યાનો અભાવ હોય તેમ લાગે છે. સ્લેગના પુનઃ વપરાશ માટે સિમેન્ટ કંપની સાથે એમઓયુ કરવામાં આવેલ નથી ? જો એમઓયુ કરવામાં આવેલ હોય તો તે અંગેની માહિતી ફાઈનલ ઇઆઈએ રિપોર્ટમાં દર્શાવવામાં આવે. ભઠ્ઠીમાંથી નીકળતા ટારનો કઈ રીતે નિકાલ કરવામાં આવશે ? તેનું પૃથક્કરણ કઈ પધ્ધતિથી કરવામાં આપશો. શું તે જોખમી કચરામાં જશે આ અંગેની માહિતી ઇઆઈએ રિપોર્ટમાં દર્શાવેલ નથી. જે વિષે કંપની દ્વારા જણાવવામાં આવે. ૬૩૦ ટન કોલસો એક દિવસમાં ઉપયોગમાં લેવામાં આવશે તેના કારણે આજુબાજુની ખેતી અને આ વિસ્તારમાં શું અસર થશે અને તાપમાનમાં કેટલો વધારો થશે તે જણાવશો. મેટલ સ્ક્રેપને ઓગળવા માટે ભઠ્ઠીનું તાપમાન જણાવશો અને તેના કારણે આ વિસ્તારમાં તાપમાનમાં કેટલો વધારો થશે તેની માહિતી આપશો. સલ્ફર ઓકસાઈડનું પ્રમાણ ઘટાડવા માટે કયા પગલાં લેવામાં છે તે વિગતવાર માહિતી આપશો. લાઈમ/કેલ્સિનિંગ પ્લાન્ટમાંથી ઊડતી ડસ્ટ માટે શું પગલાં ભરવામાં આવશે, તે દર્શાવેલ નથી. આવનાર પ્રોજેકટમાંથી કેટલો જોખમી કચરો નીકળશે અને તેનો નિકાલ કઈ રીતે કરવામાં આવશે. “ઝીરો વેસ્ટ વોટર ડિસ્ચાર્જ” વિષે પર્યાવરણની જાળવણી માટે ટીઓઆરના સાઇટ એપેરેઝલ કમિટી દ્વારા દર્શાવવામાં આવેલ છે. આ બાબતે ગંભીરતાથી પર્યાવવર્ણની જાળવણી માટે પર્યાવરણ સંમતિ પત્રકમાં સૂચવવામાં આવે એવી અમારી માંગ છે.

આમ, બીજા ત્રણે લોકોએ નાની નાની રજૂઆત કરી હતી ઉસ્માનગની સાથે ફોન પર વાત થતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે જે અસર થશે તે બાબતે કચ્છમાં રહેલ આવા જ યુનિટોની મુલાકાત એક વાર આ વિસ્તારના લોકોએ લઇ આવવી જોઈએ જેથી અ પ્રોજેક્ટને કારણે શું નુકશાન કે ફાયદો થશે તેની ખબર પડી જશે.

આ સમાચારને શેર કરો