Placeholder canvas

વાંકાનેર: દલડી રેલ્વે સ્ટેશન પાસે યુવક-યુવતીએ કર્યો આપઘાત.

વાંકાનેર : વાંકાનેર નજીક આજે સગાઈના તાંતણે બંધાયેલા યુવક અને યુવતીએ કોઈ કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી રેલવે સ્ટેશન પાસે ગત રાત્રે દોઢ વાગ્યે પસાર થતી સોમનાથ એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક – યુવતીએ સજોડે આપઘાત કરી લેધો હતો. દલડી રેલવે યાર્ડ નજીક બનેલી આ ઘટનામાં મૃતક યુવાનનું નામ વિજય ગોરધનભાઈ ગોંડલીયા હોવાનું અને મૃતક યુવતી થાન તાલુકાના ઊંડવી ગામની હોવાનું તેમજ બન્નેની સગાઈ થઈ ગઈ હોવાનું અને બે મહિના બાદ બન્નેના લગ્ન નિર્ધારવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો