મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૫ કેસ, વધુ ૨૬૭ દર્દીઓ સ્વસ્થ થયા
એક્ટીવ કેસનો આંક ૧૦૦૦ નીચે પહોંચી ગયો
મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે નવા ૧૩૫ કેસ નોંધાયા છે તો વધુ ૨૬૭ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ૧૦૦૦ ની નીચે પહોંચી ગયો છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦૨ કેસો જેમાં ૩૮ ગ્રામ્ય અને ૬૪ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૧૦ કેસોમાં ૦૮ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૦ કેસો અને માળિયા તાલુકાના ૧૦ કેસો મળીને નવા ૧૩૫ કેસો નોંધાયા છે તો આજે ૨૬૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૬૯ થયો છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews