skip to content

જુવો વિડીયો: ફેકટરીના ગોડાઉનમાં લાગી આગ, બધું થઈ ગયું બળીને ખાખ

ટંકારા નજીક આવેલ જંતુનાશક કેમિકલ યુક્ત દવા ભરેલું આખે આખું ગોડાઉન આગમાં ખાખ થઈ ગયું હતું. ગઈકાલે સાંજે લાગેલી આગ એટલી ભયાનક હતી કે સતત પાણીનો મારો ચલાવ્યા બાદ છેક મહામહેનતે મધરાત્રે કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિર્ટથી આગ લાગ્યાનું પ્રાથમિ તારણ બહાર આવ્યું છે. જો કે, જંતુનાશક દવા બનાવવા માટેના કેમિકલ ભરેલા તમામ કેરબા આગમાં ભસ્મીભૂત થઈ જતા અંદાજે 50 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ટંકારા સર્કિટ હાઉસ નજીક લક્ષ્મીનારાયણ જીનીગ મિલ પાસે આવેલ રિયલ પેસ્ટીસાઈડ નામના જંતુનાશક દવા બનાવવાના કેમિકલ ભરેલા ગોડાઉનમાં ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આગની આ ઘટના અંગે ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગ લાગતાની સાથે ગોડાઉન જંતુનાશક દવાનું પેકિંગ કરતા 10 જેટલા શ્રમિકો તુરંત જ ગોડાઉનની બહાર નીકળી જતા આ તમામનો આબાદ બચાવ થયો હતો.

જંતુનાશક દવા કેમિકલયુક્ત હોવાથી ઝડપથી આગ ફેલાય ગઈ હતી અને આખે આખું ગોડાઉન ઝપટે ચડી જતા તમામ જંતુનાશક દવા ભરેલા કેરબાઓ ભસ્મીભૂત થઈ ગયા હતા. કારખાનાના માલિક મિલાપભાઈ પટેલે ફાયરબ્રિગેડને જણાવ્યું હતું કે, આગથી તેમનું આખું ગોડાઉન બળી જતા અંદાજે રૂપિયા 50 લાખથી વધુનું નુકશાન થયાનું અને આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવ્યું હતું. જો કે કેમિકલના જથ્થામાં આગ લગતા પળવારમાં જ આગ એટલી ભયાનક બની હતી કે સળગતા માલ ઉપર પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં આવતી ન હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ મધ્યરાત્રીએ કાબુમાં આવી હતી.

જુવો વિડીયો….
આ સમાચારને શેર કરો