Placeholder canvas

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ : આજે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ

વાંકાનેર: શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, આજે તાલુકા સંઘના મતદારોની કામ ચલાવ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કામચલાવ મતદાર યાદી સામે વાંધા/દાવા તારીખ 27/1/2023 સુધી રજૂ કરી શકાશે અને તેમનો નિકાલ તારીખ 3/2/2023 ના રોજ કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 6/2/2023 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા સંઘમાં કુલ 12 સભ્યોને ચૂંટવાના હોય છે અને આ સભ્યો કુલ 12 બ્લોકમાંથી ચૂંટાઈ આવે છે. આ બાર બ્લોક વાંકાનેર તાલુકામાં આવેલી 47 મંડળીમાં થી બનાવવામાં આવેલ હોય છે મોટાભાગે દરેક બ્લોકમાં ચાર ચાર મંડળી હોય છે, જ્યારે એક બ્લોકમાં ત્રણ મંડળી હશે. આમ ચાર મતદારોએ એક પ્રતિનિધિ ચુટવાનો રહે છે. આપને અહીં એ પણ યાદ અપાવી દઈએ કે દરેક મંડળીમાં સંઘના મતદાર તરીકે જેમનો ઠરાવ કરવામાં આવ્યો હોય છે તે એક મંડળી દીઠ એક વ્યક્તિ નેજ મત આપવાનો અધિકાર મળે છે. સંઘના અમુક મતદારો એવા પણ હોય છે જેવો મત આપી શકે છે પરંતુ ઉમેદવારી કરી શકે નહીં

તાલુકા સંઘમાં કુલ 12 સભ્યો બાર બ્લોકમાંથી ચૂંટાઈને આવે છે અને એક બેંકના પ્રતિનિધે હોય છે આમ તાલુકા સંઘની બોડી 13 સભ્યોની રહે છે. અને સંઘની બોડી ફાઈનલ થયા બાદ તેમાંથી એક સભ્યને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે.

તાલુકા સંઘના બાર બ્લોકની કામચલાવ મતદાર યાદી :-
(૧) વાંકીયા ➡️ વાંકીયા, પંચાસીયા અને પંચાસર સહકારી મંડળી લી.

(૨) ઢુવા ➡️ ઢુવા, રણેકપર, વઘાસિયા અને ભોજપરા સહકારી મંડળી લી.

(3) માટેલ ➡️ માટેલ, વરડૂસર, પલાંસ અને પાડધરા સહકારી મંડળી લી.

(૪) લુણસર ➡️ લુણસર, ગાંગિયાવદર, સરધારકા અને જેતપરડા સહકારી મંડળી લી.

(૫) રસિકગઢ ➡️ રસિકગઢ, દલડી, મહિકા જળસિંચન અને ગેલેક્સી હોર્ટિકલચર સહકારી મંડળી લી.

(૬) કેરાળા ➡️ કેરાળા, ચંદ્રપુર, રાજાવડલા અને સર્વોદય હોર્ટિકલચર સહકારી મંડળી લી.

(૭) કોઠારીયા ➡️ કોઠારીયા, તીથવા, પાંચદ્રારક અને અરણીટીંબા સહકારી મંડળી લી.

(૮) સિંધાવદર ➡️ સિંધાવદર, સિંધાવદર જળસિંચન, તીથવા-પાંચદ્રારકા બાગાયત અને કોટડા સહકારી મંડળી લી.

(૯) પ્રતાપગઢ ➡️ પ્રતાપગઢ, વાલાસણ, પીપળીયા રાજ અને પીપળીયા આગાભી સહકારી મંડળી લી.

(૧૦) જાલસિકા ➡️ જાલસિકા, ખેરવા, કણકોટ અને ખીજડિયા સહકારી મંડળી લી.

(૧૧) ગારીડા ➡️ ગારીડા, જાલીડા, જોધપર અને કોઠી સહકારી મંડળી લી.

(૧૨) મહિકા ➡️ મહિકા, મેસરિયા, અદેપર અને વિનયગઢ સહકારી મંડળી લી.

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો