Placeholder canvas

રાજકોટ: માધાપર-બેડી બાયપાસ પાસે વેપારી પર જીવલેણ હુમલો…

રાજકોટમાં માધાપર-બાયપાસ પાસે વેપારીને નાણાં આપવા બોલાવી રતનપરના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા ઘવાયેલાં વેપારીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.

મળેલી માહિતી મુજબ, માધાપર ચોકડીથી બેડી બાયપાસ જવાના રસ્તે આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ માં રહેતા વેપારી કલ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા(ઉ.વ.37) મોડી રાત્રે દોઢેક વાગ્યે એડીબી હોટલે ઇન્દુભા રાણાએ ઉધાર લીધેલા માલના રૂ.80 હજાર આપવા બોલાવી છરીના આડેધડ ઘા જીંકી દીધા હતા અને બાદમાં આ ઇન્દુભા રાણાએ પૈસા નથી આપવા તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ કલ્પરાજસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે કલ્પરાજસિંહે જણાવ્યું હતું કે, તેઓને માધાપર પાસે શેમ્પૂ,સાબુ અને લિક્વિડ નું ગોડાઉન આવેલું છે.ત્યાંથી છ મહિના પૂર્વે તેઓના મિત્ર અશોકસિંહ ના કહેવાથી રતનપરમાં રહેતા ઈંદુભા રાણા ને ઉધારીમાં રૂ.80,000 નો માલ આપવામાં આવ્યો હતો અને છ મહિના વીતી ગયા છતાં આ ઇન્દુભાએ નાણાં ન ચૂકવતા મેં ઇન્દુભાને ફોન કર્યો હતો.

તે અવારનવાર બહાના કાઢતા હતા અને ગઇકાલે નાણાં આપવામાં વચ્ચે રહેલા અશોકસિંહે રાત્રીનાના એકાદ વાગ્યે ફોન કરી કહ્યું કે હું અને ઇન્દુભા તમને પૈસા આપવા આવીએ છીએ તમે એડીબી હોટલ પાસે આવો જેથી કલ્પરાજસિંહ ત્યાં પહોંચ્યા ત્યારે વાતચીત ચાલુ હતી ત્યારે ઇન્દુભાએ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. ત્યારે અશોકસિંહે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા અને તે બંને ભાગી ગયા હતા.કલ્પરાજસિંહે મિત્રને કોલ કરતા તેઓએ ત્યાં આવી લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવા આવી છે.

આ સમાચારને શેર કરો