Placeholder canvas

ભાઇએ સગી બહેનને છરીના ઘા ઝીંકયા…!!

જુનાગઢમાં ભાઇએ સગી બહેન માતા પાસે આવી તેને તું અહીં કેમ આવી તેમ છરી હુલાવી દીધાની ફરિયાદ નોંધાવી છે.આ અંગેની એ ડીવીઝનમાં ફરિયાદી ઇસ્માઇલભાઇ મહમદભાઇ રફાઇની દિકરી અફરોજાબેન ઉ.વ.30 ર. વેરાવળ ભાલપરા, હાલ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પાછળ ગત તા.2-3ના તેમના માતાના ઘરે આવેલ ત્યારે આરોપી ભાઇ અરબાજ ઉર્ફે દેગડીએ તેની બહેનને કહેલ કે તું અહીં કેમ આવી ? અહીંથી જતી રહે બહેને ના પાડતા તેના ભાઇ અરબાજે ડાબા હાથના પંજામાં છરીનો ધા મારી લોહીલોહાણ કરી દીધાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.આર.વાઝાએ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો