Placeholder canvas

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી.

વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન લાઈવ આપવા માટે માંગણી કરી છે.

આ વિસ્તારોના દિઘલિયા, દલડી, લુણસરિયા, શેખરડી અને કાછીયાગાળાના ખેડૂતો વતી આગેવાનોની માંગણી છે કે આ પંથકમાં જંગલી હિંસક પ્રાણીઓનો આટા ફેરા વધી ગયા છે. જેથી રાત્રે ખેડૂતો વાડીએ જતાં ડરી રહ્યા છે. જેથી શિયાળુ પાકમાં પિયત થઈ શકતું નથી અને ખેડૂતોના ઉભા પાક સુકાઈ ન જાય એ માટે પીજીવીસીએલના જવાબદાર અધિકારી સમક્ષ દિવસ દરમિયાન લાઈટ આપવાની માંગણી કરી છે. એ માટે જરૂરી મંજૂરી મેળવી આ માંગણી બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિઘલિયા ગામમાં ગઈ કાલે જ કોઈ જંગલી જાનવરે ચાર પશુઓના મારણ કર્યા હતા અને ત્રણ પશુઓને ચૂંથી નાખ્યા હતા. આ બનાવને અનુસંધાને ખેડૂતો રાત્રે તો ઠીક પણ દિવસના પણ સીમમાં જતા ડરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો