Placeholder canvas

ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી સોમ અને મંગળવારે માવઠાની શક્યતા. -અશોકભાઇ પટેલ

છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારાના અહેસાસ વચ્ચે આગામી રવિવારથી તાપમાનનો પારો ફરી ઉંચે ચડવાની તથા સોમ-મંગળ સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને ગુજરાતમાં માવઠુ થવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, આગામી તા. 4 થી 11 જાન્યુ.ના સમયગાળાની આગાહી કરતાં કહ્યું કે પાકિસ્તાનને લાગૂ ઉત્તર પશ્ર્ચિમ ભારત પરથી 8મી જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થવાની સંભાવના છે અને તેનો ટ્રફ ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર તથા તેને લાગુ ગુજરાતના ભાગો સુધી લંબાયને પસાર થવાની સંભાવના છે.

આ પરિબળના પ્રભાવ હેઠળ રાજ્યના કેટલાક ભાગોમાં 8 અને 9 જાન્યુ.એ માવઠા થવાની સંભાવના છે. આ પૂર્વે 5 અને 6 જાન્યુ. દરમ્યાન તાપમાન નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે. તા.7ને રવિવારથી વધશે અને આગાહીના સમયગાળામાં બે ચાર ડીગ્રી ઉંચે જવાની સંભાવના છે.

ન્યુનત્તમ તાપમાન હાલ 10.5 થી 14 ડીગ્રીની રેન્જમાં છે. તે 13 થી 17 ડીગ્રીની રેન્જમાં પહોંચી શકે છે. માવઠાની વધુ અસર મધ્ય પ્રદેશને લાગુ ગુજરાત બોર્ડરના વિસ્તારોમાં રહી શકે છે.

આ સમાચારને શેર કરો