Placeholder canvas

ઉનાળુ વેકેશનની મજા પૂરી: કાલથી સ્કુલ ચાલુ…

રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આગામી તા.5ને સોમવારથી રાજયની 60 હજાર શાળાઓ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ ધમધમતી થઈ જશે.

રાજયની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ગત તા.1મે થી આ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. હવે આવતીકાલ તા.4 મેના આ વેકેશનની મજા વિધીવત રીતે પૂર્ણ થઈ રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નવા ધોરણના પાઠય પુસ્તકો, નોટબુકો અને ગણવેશની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉનાળુ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીએ પ્રવાસની પરીવાર સાથે મજા લીધી હતી. હવે સોમવાર તા.5થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો હોય વિદ્યાર્થીએ નવા સત્રના પ્રથમ દિવસે તેમના સહઅધ્યાયીઓ અને ગુરૂજનો સાથે વેકેશન દરમ્યાન કરેલી પ્રવૃતિઓ વાગોળશે. જયારે યુનિ.ના ભવનો અને યુનિ. સંલગ્ન કોલેજોમાં આગામી તા.15 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

જુબો ભયંકર અકસ્માતનો વિડીયો….

https://facebook.com/2113635075507133

આ સમાચારને શેર કરો