Placeholder canvas

વાંકાનેર; પંચાસીયાના પટેલ ફ્યુઅલમાં ૮૦ લાખની વીજચોરી ઝડપાઈ

વાંકાનેર પંથકમાં વીજચોરીના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે, અગાઉ રાજાવડલા ગામમાં ૧ કરોડની વીજચોરી વડોદરાની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી હતી તો આજે ફરીથી વીજતંત્રએ ચેકિંગ કર્યું હતું જેમાં પંચાસીયા ગામ નજીક આવેલ એક પેઢી દ્વારા કરાતી વીજચોરી ઝડપી લેવામાં આવી છે

વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગ ટીમો દ્વારા નાયબ ઈજનેરને સાથે રાખી અનુપમસિંહ ગહલોત ADGP (S) અને એચ આર ચૌધરી JED ની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પીજીવીસીએલના અંતરિયાળ ઓદ્યોગિક વીજજોડાણ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પટેલ ફ્યુઅલમાં ચેકિંગ કરવામાં આવતા ૯૦ હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ ઝડપી લીધા હતા અને વાંકાનેર નાયબ ઈજનેર દ્વારા ૮૦ લાખનું પાવર ચોરીનું બીલ આપવાની કાર્યવાહી હાથ ધરી છે

તેમજ પકડાયેલ વીજચોરીમાં સ્થાનિક કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ તેની પણ વીજ તંત્રની ટીમ તપાસ કરી રહ્યું છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો