skip to content

વાંકાનેરમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન…

વાંકાનેર રાજકોટ લોકસભા સીટના ભાજપનો ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વાંકાનેર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા તેમજ રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સભાને પુરષોત્તમભાઈ રૂપાલા અને વિજયભાઈ રૂપાણીએ સંબોધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ પણ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતી હતી અને તેઓએ આ ચૂંટણીને ખાસ કહી હતી, તેઓએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં એક તરફ ગરીબોના બેલી અને બીની તરફ ગરીબીના નામે ગરીબોના મત ભેગા કરનારા છે. આ ચૂંટણીમાં એક તરફ રામ મંદિર બનાવનાર અને રામનો જયજયકાર કરનારા છે અને બીજી તરફ અયોધ્યામાં રામમંદિર બન્ને નહિ અને બાબરી મસ્જિદની ચિંતા કરનાર છે. તેઓએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે અહીંથી પુરુષોત્તમભાઈ રૂપાલાને મોટી લીડ સાથે ચૂંટીને મોકલવાના છે.

જ્યારે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાના પ્રવચનનમાં સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગરીબ લોકોને મળતા લાભોની વાત કરી હતી અને સભામાં પૂછ્યું હતું કે આમાં કોઈ સરપંચ છે ત્યારે હાજર સરપંચ હાથ ઊંચા કર્યા હતા અને તેઓને રૂપાલાએ પૂછ્યું હતું કે તમારા ખાતામાં કેન્દ્ર સરકારના કેટલા પૈસા આવે છે ત્યારે સરપંચોએ જવાબ આપ્યો હતો કે પચીલાખ પાંત્રીસ લાખ…. ત્યારે રૂપાલે કહ્યું હતું કે કે નરેન્દ્ર મોદીની સરકારે તમારા ઉપર ભરોસો મૂકીને આટલા પૈસા આપે છે ત્યારે તમારે વધુ એકવાર નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને ભાજપ તરફી મતદાન કરાવજો. તેઓએ પોતાના પ્રવચનમાં અંતમાં કહ્યું હતું કે આ વખતે ચૂંટણી દરમિયાન તડકો ખૂબ હશે તેથી સવારના સાત વાગ્યામાં જ સજોડે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા જાજો કમળને મત આપીને સો ટકા મતદાન કરજો.

અત્રે ઉલ્લેખની છે કે આ સભામાં સારી એવી સંખ્યામાં લોકો ઉપરથી રહ્યા હતા જેમાં મુસ્લિમ સંખ્યા પણ સારી એવી જોવા મળી હતી.

વાંકાનેર પરષોત્તમ રૂપાલા સભા પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્રારા વિરોધ

વાંકાનેર: પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે પરષોત્તમ રૂપાલા વાંકાનેર ખાતે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય ક્ષત્રિય સમાજ દ્વારા સાંજે 5 વાગ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી DYSP કચેરી ખાતે રાખવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો