Placeholder canvas

વાંકાનેર: જાલીરોડ પર સિરામિક ફેકટરીમાં પડી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના જાલી રોડ ઉપર પ્રિન્સ સિરામિક નામની ફેકટરીમાં અચાનક પડી જવાથી રોહિત લાલજીભાઈ પીસડીયા ઉ.30 રહે. મિલપ્લોટ વાંકાનેર નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી રોડ પર આવેલ પ્રિન્સ સિરામીકમાં કામ કરતાં રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા (ઉ.વ.૩૦, રહે. મીલ પ્લોટ, વાંકાનેર) કારખાનામાં અચાનક પડી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો