વાંકાનેરના નવાપરામા ત્રણ મહિલા સહિત આઠ જુગારી ઝડપાયા

વાંકાનેર : શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.

મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા સો વારિયામા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રામજીભાઇ શામજીભાઇ દેકાવડીયા, અજયભાઇ પ્રેમજીભાઇ બાવળીયા, રમેશભાઇ કાનજીભાઇ સારલા, દિનેશભાઈ અમરસીભાઈ ઝાલા,કાનજીભાઈ શંકરભાઈ રીબળીયા, નિકીતાબેન અશોકભાઈ દેકાવાળીયા, જાગૃતીબેન અલ્પેશભાઈ અદગામા અને હંશાબેન અજયભાઈ બાવળીયાને રોકડા રૂપિયા 13,390 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

.

આ સમાચારને શેર કરો