Placeholder canvas

વાંકાનેર: સમસ્ત કોળી અને ઠાકોર સમાજના કૉમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કરાયું.

વાંકાનેર: તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા સર્વે જ્ઞાતિઓને સાથે રાખી સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કૉમ્યુનિટી હોલનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

તા. 28/10/2022 ના રોજ વાંકાનેરમાં ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરે સર્વે જ્ઞાતિઓને સાથે રાખી સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કૉમ્યુનિટી હોલનું ખાતમુહુર્તનો કાર્યક્રમ શ્રીમતિ જીજ્ઞાસાબેન મેર- વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંતો – મહંતો અને તમામ સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો