નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૧ માસના કરાર આધારિત વિવિધ ભરતી
૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીનો જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ઘરાવતા ઉમેદવારો તા. ૨૯-૧૦-૨૦૨૨ થી તા. ૩૧–૧૦-૨૦૨૨ સુધીમાં આરોગ્યસાથી સોફટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉપરોકત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
૧) ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ – CRS (જન્મ – મરણ)
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : માન્ય. યુનિ. ના કોઈ પણ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં એમ.એસ.ઓફિસ, એમ.એસ.વર્ડ (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) એમ.એસ.એક્સેલ (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી), પાવર પોઈન્ટ (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી) અને એક્સેસ (ડેટા બેઝ મેનેજમેન્ટની જાણકારી) તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
અનુભવ : ૩ વર્ષ કે તેથી વધુ, ઉંમર મહતમ ૪૦ વર્ષ, વેતન રૂ. ૧૩,૦૦૦/-
૨) ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ – (આશા રિસોર્સ સેન્ટર)
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : માન્ય. યુનિ. ના કોઈ પણ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં એમ.એસ.ઓફિસ, એમ.એસ.વર્ડ (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) એમ.એસ.એક્સેલ (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી), પાવર પોઈન્ટ (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી) અને એક્સેસ (ડેટા બેઝ મેનેજમેન્ટની જાણકારી) તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
અનુભવ : ૨ વર્ષ કે તેથી વધુ, ઉંમર:મહતમ ૪૦ વર્ષ, વેતન: રૂ. ૧૩,૦૦૦/-
૩) ડીસ્ટ્રીકટ એકાઉન્ટન્ટ
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : માન્ય. યુનિ. ના કોમર્સ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં એકાઉન્ટીંગ સોફટવેર, એમ.એસ.ઓફિસ, જી.આઈ.એસ., આર.સી.એચ. સોફટવેર વગેરે અને કોમ્પ્યુટર હાર્ડવેર. ઓફિસ સંચાલન અને ફાઈલ પધ્ધ્તિમાં કુળશતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.
અનુભવ : ૩ વર્ષ કે તેથી વધ, ઉંમર:મહતમ ૪૦ વર્ષ, વેતન:રૂ. ૧૩,૦૦૦/-
૪) તાલુકા પોગ્રામ આસીસ્ટન્ટ
(કુલ જગ્યા – ૧ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : માન્ય. યુનિ. ના કોઈ પણ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં એમ.એસ.ઓફિસ, એમ.એસ.વર્ડ (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) એમ.એસ.એક્સેલ (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી), પાવર પોઈન્ટ (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી) અને એક્સેસ (ડેટા બેઝ મેનેજમેન્ટની જાણકારી) તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
અનુભવ : ૨ વર્ષ કે તેથી વધુ, ઉંમર:મહતમ ૪૦ વર્ષ,ઉંમર:રૂ. ૧૩,૦૦૦/-
૫) એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
(કુલ જગ્યા – ૩ ટીકરરણ, કોઠી અને ઘુંટુ પ્રા.આ.કે. કક્ષાએ)
શૈક્ષણિક લાયકાત : માન્ય. યુનિ. ના કોમર્સ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં એકાઉન્ટીંગ સોફટવેર, એમ.એસ.ઓફિસ, જી.આઈ.એસ., આર.સી.એચ. સોફટવેર વગેરે અને કોમ્પ્યુટર હાર્ડવેર. ઓફિસ સંચાલન અને ફાઈલ પધ્ધ્તિમાં કુળશતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.
અનુભવ : ૧ વર્ષ કે તેથી વધુ મહતમ ૪૦ વર્ષ રૂ. ૧૩,૦૦૦/-
૬) ડીસ્ટ્રીક્ટ ડેટા મેનેજર
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ) આઈ.ડી.એસ.પી.પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિ. માંથી B.E. in I.T. / Electronics અથવા કોમ્પ્યુટર સાયન્સ વિષય સાથે અનુસ્નાતક સાથે ઓછામાં ઓછો ૧ વર્ષ નો અનુભવ.
આરોગ્ય ક્ષેત્રે અથવા સામાજીક ક્ષેત્રે કામગીરી કરેલને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર:મહતમ ૪૦ વર્ષ,વેતન: રૂ. ૨૨,૦૦૦/-
૭) પ્રોગ્રામ એસોસીએટ ન્યુટ્રીશન
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ)
શૈક્ષણિક લાયકાત : સરકારે માન્ય કરેલ યુનિ. માંથી M.Sc. Food and Nutrition/Post Graduate diploma in food and nutrition/dietetics કરેલ હોવુ જોઈએ. રાજ્ય/ જિલ્લા કક્ષાએ સરકારશ્રી માં અથવા NGO માં ન્યુટ્રીશન પોગ્રામમાં કામ કરેલ હોય તેવા અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર:મહતમ ૩૫ વર્ષ, વેતન:રૂ. ૧૪,૦૦૦/-
૮) કોલ્ડ ચેઈન એન્ડ વેકસીન લોજીસ્ટીક આસીસ્ટન્ટ
(કુલ જગ્યા – ૧ જિલ્લા કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : ધોરણ – ૧૦ અને સાથે રેફ્રિજરેશન અને એરકંડીશનીંગ કોર્સ સરકારી સંસ્થા (આઈ.ટી.આઈ.) માંથી પાસ કરેલ, રેફ્રિજરેશન અને એરકંડીશનીંગ રીપેરીંગ / મેઈન્ટેનન્સ બાબતનો ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ. બેઝિક કોમ્પ્યુટર સ્કીલ, સ્પેશ્યલી માઈક્રોસોફ્ટ ઓફિસ.
અનુભવ : ૨ વર્ષ કે તેથી વધુ, ઉંમર:મહતમ ૪૦ વર્ષ, વેતન:રૂ. ૧૦,૦૦૦/-
૯) સ્ટાફનર્સ
(કુલ જગ્યા – ૩
પ્રા.આ.કે. આમરણ – ૧, પ્રા.આ.કે. મયુરનગર – ૧, પ્રા.આ.કે. નેકનામ – ૧)
શૈક્ષણિક લાયકાત : સરકારે માન્ય કરેલ નર્સિંગ કાઉન્સીલ માંથી B.Sc. (Nursing) કરેલ હોવુ જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નુ રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અથવા
સરકારે માન્ય કરેલ નર્સિંગ કાઉન્સીલ માંથી Diploma in General Nursing and Midwifery (GNM) કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નુ રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉંમર:મહતમ ૪૫ વર્ષ, વેતન: રૂ. ૧૩,૦૦૦/-
૧૦) સ્ટાફનર્સ
(કુલ જગ્યા – ૨
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રા.આ.કે. વવાણીયા – ૧, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રા.આ.કે. જુના દેવળીયા – ૧, કક્ષાએ) શૈક્ષણિક લાયકાત : સરકારે માન્ય કરેલ નર્સિંગ કાઉન્સીલ માંથી B.Sc. (Nursing) કરેલ હોવુ જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નુ રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અથવા
સરકારે માન્ય કરેલ નર્સિંગ કાઉન્સીલ માંથી Diploma in General Nursing and Midwifery (GNM) કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નુ રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.ઉંમર: મહતમ ૪૫ વર્ષ, વેતન: રૂ. ૧૩,૦૦૦/-
૧૧) આયુષ તબીબ
(હોમીયોપોથીક ફકત પુરૂષ ઉમેદવાર)
(કુલ જગ્યા – ૧ માળીયા કક્ષાએ) આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક લાયકાત : હોમીયોપેથીક કાઉન્સીલ ગુજરાત દ્રારા માન્ય યુનિ. ની ડીગ્રી (BHMS) ધરાવતા હોવા જોઈએ અને હોમીયોપેથીક ગુજરાત હોમીયોપેથીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને ઉમેદવાર ફકત ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થામાંથી પાસ થયેલ હોવા જોઈએ. ઉમેદવાર ભારત નો નાગરીક હોવો જરૂરી છે. ઉમેદવાર પાસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં પ્રભુત્વ હોવુ જોઈએ. ઉંમર:મહતમ ૪૦ વર્ષ, વેતન: રૂ. ૨૫,૦૦૦/-
૧૨) ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ
(કુલ જગ્યા – ૧૨ જેમાં મોરબી તાલુકામાં – ૪, માળીયા તાલુકામાં – ૧, વાંકાનેર તાલુકામાં – ૨, ટંકારા તાલુકામાં – ૨, હળવદ તાલુકામાં – ૩) આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક લાયકાત : સરકારે માન્ય કરેલ યુનિ. માંથી ફાર્માસીમાં સ્નાતક (B. Pham) કરેલ હોવું જોઈએ અને ગુજરાત ફાર્માસી કાઉન્સીલ નુ રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર પાસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં પ્રભુત્વ હોવુ જોઈએ. મહતમ ૪૦ વર્ષ રૂ. ૧૩,૦૦૦/-
૧૩ ફાર્માસીસ્ટ (GUHP)–(કુલ જગ્યા-૧-UPHC વાંકાનેર કક્ષાએ) સરકારે માન્ય કરેલ ફાર્મસી કાઉન્સીલમાંથી ડીપ્લોમાં ફાર્મસી / ડીગ્રી ફાર્મસી કરેલુ હોવુ જોઇએ અને ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જોઇએ. સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં સર્ટીફિકેટ કોર્ષ કરેલો હોવો જોઇએ. ઉંમર: મહત્તમ ૫૮ વર્ષ, વેતન રૂ.૧૧,૦૦૦/-
૧૪) લેબ ટેક્નીશીયન (GUHP)–(કુલજગ્યા-૧-UPHC વાંકાનેર કક્ષાએ) સરકારે માન્ય કરેલ યુ.ની માંથી કેમેસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજીનાં મુખ્ય વિષય સાથે સ્નાતક કરેલુ હોવુ જોઇએ અને સરાકાર માન્ય ૧ વર્ષ નો DMLT નો કોર્ષ કરેલ હોવો જોઇએ. મહત્તમ ૫૮ વર્ષ રૂ.૧૧,૦૦૦/-
૧૫ ફિમેલ હેલ્થ વર્કર (GUHP)–(કુલજગ્યા-૨-UPHC વાંકાનેર કક્ષાએ) સરકારે માન્ય કરેલ નર્સીંગ કાઉન્સીલ માંથી એ.એન.એમ. કરેલુ હોવુ જોઇએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જોઇએ. ઉંમર: મહત્તમ ૪૫ વર્ષ, વેતન:રૂ.૧૧,૦૦૦/-
૧૬)ફિમેલ હેલ્થ વર્કર (NUHM)–(કુલજગ્યા-૩-UPHC મોરબી કક્ષાએ) સરકારે માન્ય કરેલ નર્સીંગ કાઉન્સીલ માંથી એ.એન.એમ. કરેલુ હોવુ જોઇએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જોઇએ. ઉંમર:મહત્તમ ૪૫ વર્ષ, વેતન: રૂ. ૧૨,૫૦૦/-
૧૭)એસ.આઇ (GUHP)–(કુલજગ્યા-૧-UPHC કક્ષાએ)
(સેનેટરી ઈન્સ્પેકટર) M.P.H.W./S.I નો કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવુ જોઇએ. કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ઉંમર:મહત્તમ ૪૫ વર્ષ, વેતન:રૂ.૮,૦૦૦/-
૧૮)એકાઉન્ટન્ટ કમ ડેટા એંટ્રી ઓપરેટર (NUHM)–(કુલજગ્યા-૧-UPHCમોરબી કક્ષાએ) સરકારે માન્ય કરેલ યુનિવર્સિટી માંથી B.Com પાસ કરેલું હોવુ જોઇએ. કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ઉંમર: મહત્તમ ૫૮ વર્ષ, વેતન: રૂ. ૧૩,૦૦૦/-
ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
૧. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્રારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
૨. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૩. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહિ.
૪. ક્રમ નંબર ૧,૨,૩,૪,૫,૬,૭,૧૩,૧૮ માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
૫. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે
તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧-૧૦-૨૦૨૨ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
૬. નિમણૂકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબીનો રહેશે.