Placeholder canvas

ઈ-મેમોની ભરપાઈ કરવા માટે આખરી તક, ૦૯ માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

મો૨બી શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના મોનીટરીંગ દરમ્યાન જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. તેઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ), મોરબી દ્વારા ઇ-મેમા ઇશ્યુ કરવામાં આવી રહેલ છે. જે લોકો સમયસર ઈ-મેમાનો દંડ ભરપાઈ કરતા નથી તેઓને કોર્ટ દ્રારા નોટીસ પાઠવવામાં આવે છે. તેમજ ફોન દ્રારા પણ ઈ-મેમો ભરપાઇ ક૨વા જાણ કરવામાં આવે છે. તેમ છતાં ઘણા વાહન ધારકોએ બાકી દંડની રકમ ભરપાઈ કરેલ ન હોય જેથી, બાકી દંડની રકમની ભરપાઈ સારૂ તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ( નાલ્સા, સુપ્રિમ કોર્ટ) દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવેલ છે.

જેથી આપના બાકી દંડની ચુકવણી કરવા સારૂ નીચેના કોઈ પણ વિકલ્પમાંથી પસંદ કરી, તા.૦૯/૦૩/૨૦૨૪ સુધીમાં અથવા તે પહેલાં ભરી દેવા આથી જણાવવામાં આવે છે.

આપશ્રીના રજીસ્ટર વાહન સંદર્ભે ન ચુકવાયેલ ટ્રાફિક ઈ-ચલણની રકમ નીચેની વિગતે ભરપાઇ કરી શકાશે.

ઓફલાઈન

(૧) ટ્રાફિક શાખા રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨.

(૨) શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧.

(૩) મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન.

(૪) ડિસ્ટ્રીક કોર્ટ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, બીજો માળ, મોરબી. (ફકત લોક અદાલત તા.૦૯/૦૩/૨૦૨૪ ના દિવસે જ ભરી શકાશે.)

ઓનલાઈન

https://echallanpayment.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ભરી શકાશે.

આ સમાચારને શેર કરો