Placeholder canvas

ટંકારા: તા.10થી12 સુધી ત્રિ-દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

આગામી 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે 11 તારીખે આલા કક્ષાના નેતાઓ પધારશે. 12 તારીખે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ઉપસ્થિત રહશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. જ્યારે અમિત શાહ, રામદેવજી પતંજલી વાળા, લોક લાડીલા પરસોતમ રૂપાલા, ડિએવી ના મેનેજીંગ ડિરેક્ટર પદ્મશ્રી પુનમ સુરજી સ્થાનિક ધારાસભ્ય સાંસદ અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ટંકારામાં આગામી તા.10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200 મા જન્મોત્સવની થનાર ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. જેને અનુલક્ષીને લોકોને કાર્યક્રમ ની વિગતો મળી રહે માટે આયોજન કમિટી દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત વિગતે વાત કરી હતી.

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા તા. ૧૦, ૧૧, ૧૨મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાથી એકાદ કિ.મી. દૂર કરશનજીકા આંગન નામાંકન સાથે 100 વિધાના ગ્રાઉન્ડમાં અલગ-અલગ મહાકાય પંડાલો ઉભા કર્યા છે. જ્યાં ત્રણેય દિવસ સવારે ૭ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી યત્ર ઈતિયાદી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત 20 હજાર વૈદિક મંત્રોચ્ચાર સાથે ચતુર્વેદી યજ્ઞ અખંડ રહશે. દેશ-વિદેશનાં આર્યસમાજીઓ અંદાજે ૨૫ હજારથી વધુ અને મોરબી જીલ્લા ના હજારો નગરવાસી પરીવાર સાથે ઉમટી પડવાની ધારણા છે. આ માટે આવવા-જવા માટે રાજકોટનાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતેથી એસ.ટી. બસો અને ખાનગી બસોની સુવિધા રાખવામાંઆવી છે. ટંકારા થી કાર્યક્રમ સ્થળે પહોંચવા ની વ્યવસ્થા છે આ સાથે તમામ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ નિશુલ્ક ગોઠવાઈ છે. ઉપરાંત કાર્યક્રમ સ્થળે ફજત ફાળકા યજ્ઞ ફિલ્મ જગતને ટકર મારે એવી નાટક ક્રુતી, થિયેટર, આબેબુબ થિડી રંગોળી, સ્કિલ ડેવલપમેન્ટ ની વસ્તુઓ ખાણીપીણી ના સ્ટોલ બાયો ડાયવરસિટી અને આકર્ષક ગેઈટ સહિતના પુસ્તક પ્રેમી માટે વિશાળ પુસ્તકો નો ખજાનો જોવા મળશે.

પ્રથમ દિવસે તા.૧૦મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જન્મજયંતી મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. બાદમાં સવારે ૯.૩૦ વાગ્યે ભવ્ય મહર્ષિનીયાત્રા મુળશંકરના જન્મ સ્થળેથી નીકળીને શહેરના રાજમાર્ગો થકી કાર્યક્રમ સ્થળે પહોંચશે. આ સાથે નવનિર્માણ પામનાર મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ મહોત્સવના ત્રણેય દિવસ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે જ્યારે તા.૧૨મીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ હાજરી આપનાર છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ મહોત્સવમાં ગરીબ મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરાશે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સન્માન કરવામાં આવશે. ૩૫૦ કૂંડી મહાયજ્ઞ યોજાશે, તેમ આર્ય સમાજના આગેવાન દેવકુમાર પડસુબિયા, માવજીભાઈ દલસાણિયા, રમણીકભાઈ વડાવિયા, અરવિંદભાઈ વામજા અને જગદીશભાઈ પનારા એ યાદીમાં જણાવાયું હતું ઉપરાંત આ ઐતિહાસિક મહોત્સવનો હિસ્સો બનવા દેશ દુનિયાના ઉપરાંત ગુજરાતના અને મોરબી જીલ્લા તથા ટંકારા તાલુકાના નગરવાસી ને સુરેશચંદ્રજી આર્ય, યોગેશજી મુંજાલ, સુરેન્દ્રજી આર્ય, વિનયજી આર્ય, વિરેન્દ્રજી આર્ય, અમ્રૂતભાઈ મેદપરા એ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

આ સમાચારને શેર કરો