Placeholder canvas

ગુજરાતમાં મોરબી સહિત 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, નાણામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં મોરબી સહિત 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સહિતના આ શહેરોમાં ઘણા ટાઈમથી મહાનગરપાલિકાના દરજા માટેની માંગણી થઈ રહી હતી, જે માંગણીને આ બજેટમાં સંતોષવામાં આવી છે. જેમના કારણે આ આઠ શહેરોની જનતા ખુશ થઈ છે અને હવે આ મહાનગરોમાં સારી સુવિધા લોકોને મળશે તેવી અપેક્ષા બંધાણી છે પરંતુ તે માટે સારા નગર સેવકો પણ ચૂટવા જરૂરી છે.

આ સમાચારને શેર કરો