વાંકાનેર: લિંબાળાની ધાર પાસે કાર અકસ્માતમાં ચાલકનું મોત

વાંકાનેર: ગતરાત્રે 27 નેશનલ હાઈવે પર લિંબાળાની ધાર પાસે એક સ્પીડમાં આવતી કાર કોઈપણ કારણોસર નેશનલ હાઈવેથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનું સ્થળ જોતા એવું લાગે છે કે કાર સ્પીડમાં હશે અને કાર પર ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા કાર નેશનલ હાઈવેથી નીચે ઉતરીને લગભગ ૫૦ ફૂટ દૂર જતી રહી છે. આકાર વાંકાનેર તરફથી આવતી હતી અને ચોટીલા તરફ જઈ રહી હતી. કારનું સુરેન્દ્રનગર જિલ્લાનું પાર્સિંગ છે.

વધુમાં મળેલી માહિતી મુજબ ગત રાત્રે કાર નં. Gj13 AR 3779 લઈને રાત્રે જોરુભાઈ સોમાભાઈ સાપરા (ઉ.વ.39) જઈ રહ્યા હતા ત્યારે તેમને 27 નેશનલ હાઈવે પર લીમળાની ધાર પાસે કાર પર કંટ્રોલ ગુમાવતા કાર નીચે ઉતરી ગઈ હતી અને ખાડા-ટેકરામાં લગભગ ૫૦ ફૂટ દૂર જતી રહી હતી. કાર લગભગ ટોટલ લોસ થઈ ગઈ છે અને ચાલકનું મોત થયું છે. વધુમાં મળેલી માહિતી મુજબ મૃતક રેલવેમાં નોકરી કરે છે અને હાલ વાંકાનેરમાં જ રહે છે અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો