વાંકાનેરમાં થોડા દિવસોની રાહત બાદ ફરી કોરોનાની એન્ટ્રી, સિટીમાં યુવાન પોઝિટિવ

કોરોના પોઝિટિવ યુવાનની છેલ્લા 10 દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું

વાંકાનેર: વાંકાનેરમાં કુદરતી કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારે ગઈકાલે આ રાહત બાદ વાંકાનેરમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. વાંકાનેરનો એક યુવાન પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આ યુવાનની સ્થાનિક ટ્રાવેલ હિસ્ટ્રી જ હોય, ચિંતા જેવું ન હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.

વાંકાનેર શહેરી વિસ્તારમાં 21 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. દર્દીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધેલ છે. હાલ તેની તબિયત એકદમ સ્થિર છે. દર્દીની છેલ્લા 10 દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરીની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલ છે. દર્દીની ગુજરાત બહારની અન્ય કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

બીજી બાજુ જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. એટલે આરોગ્ય વિભાગે લોકોને તમામ તકેદારી રાખવા માટે અપીલ કરી છે.

આ સમાચારને શેર કરો