Placeholder canvas

આર.ડી.સી.બેંકને મળ્યા “ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક” અને “ધી બેસ્ટ ડિજિટલ બેંક” બે એવોર્ડ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક લિ.ને સમગ્ર દેશમા નમુનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા”બેન્કિંગ ફ્રન્ટિયર”તરફથી સમગ્ર દેશ લેવલે “ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક તેમજ “ધી બેસ્ટ ડિજિટલ બેંક “એમ બે એવોર્ડ ગોવા ખાતે આપવામા આવ્યા છે.

આ એવોર્ડ બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા,એમડી ઘનશ્યામભાઈ ખાટરીયા,ડિરે. વિરભદ્રસિંહ જાડેજા, દલસુખભાઈ બોડા,બેંકના સીઇઓ વી.એમ.સખીયા તથા એડમીન મેનેજર એચ.ડી.તળપદા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

જીલ્લા બેંકને એવોર્ડ મળવા બદલ જીલ્લા બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરો તેમજ જનરલ મેનેજર તેમજ બેંક અને મંડળીના તમામ કર્મચારીઓ, ખેડુત સભાસદો, રાજકોટ અને મોરબી જિલ્લાના તમામ સહકારી પરિવારને અભિનંદન સહ શુભકામનાઓ જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા દ્વારા પાઠવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો