Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ સંભાળતા ડો.ગિરીશભાઈ ભીમાણી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિશ્રી તરીકે વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.ગિરીશભાઈ ભીમાણીની એપોઈન્ટમેન્ટ થતા કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી ઈન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશભાઈ ભીમાણીને વિધિવત ચાર્જ સુપ્રત કર્યો હતો.

આ પ્રસંગે ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ ઈન્ચાર્જ કુલપતિ ડો.ભીમાણીને સ્વામી વિવેકાનંદના વિચારો દર્શાવતું ‘આપણા હાથમાં ભારતનું ભાવી’, ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020’નું પુસ્તક તથા જાણીતા ખગોળશાસ્ત્રી ડો.જે.જે. રાવલે આપેલ સાહિત્ય અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ડો.વિજયભાઈ દેશાણીએ ઈન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશભાઈ ભીમાણીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ભવનના અધ્યક્ષો, યુનિવર્સિટીના અધિકારીઓ, કુલસચિવ ડો.અમિતભાઈ પારેખ, પરીક્ષા નિયામક ડો.નિલેશભાઈ સોની, વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ચાર્જ કુલપતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ડો.પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા આપી છે

આ સમાચારને શેર કરો