મોરબી: પીએસઆઇ આર.પી.જાડેજા સસ્પેન્ડ

માળીયા પાસે આવેલી ખાનગી બિનખેતીની જમીન ખાલી કરાવવાના સીન સપાટા ભારે પડી ગયા…!

મોરબીના પી.એસ.આઈ.આર.પી.જાડેજાને ગઇરાત્રે એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે મુદે વધુમાં મળતી માહિતી મુજબ અધિકારીએ તેની સત્તા બહાર જઈને જમીનનો કબજો ખાલી કરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો અને અભદ્રવર્તન કર્યું હતું એ મુદે આ આધિકારીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં વાંકાનેર પોલીસ મથકમાં ફરજ દરમિયાન કોંગ્રેસી સદસ્યના અપહરણના જેમના ઉપર કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા અને વાંકાનેર પોલીસ મથકે ધરણાં ઉપર બેસી ગયા હતા. ત્યારે તત્કાલીન પીએસઆઈ આર.પી. જાડેજા ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તે કોંગ્રેસની માગણી હવે અન્ય પ્રકરના કારણે પુરી થઈ છે. એ પીએસઆઇ આર.પી.જાડેજાની મોરબી સિટી એ ડિવિઝન બાદ કંટ્રોલરૂમ ખાતે બદલી કરાયા બાદ ત્રણેક દિવસ પૂર્વે જૂનાગઢ ખાતે બદલી થવા પામી હતી. જો કે, બદલી હુકમ બાદ પીએસઆઇ આર.પી.જાડેજા છુટા થાય તે પૂર્વે જ મોરબી જિલ્લા પોલીસવડાએ તેમને સસ્પેન્ડ કરી નાખ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા નજીક બિનખેતી થયેલી એક જમીનમાં કબજો ખાલી કરાવવાના વિવાદમાં પીએસઆઇએ ભૂમિકા ભજવી હોવાનું અને રૂપિયાના વહીવટનું કારણ જવાબદાર હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

આર.પી.જાડેજા અગાઉ વાંકાનેર તાલુકામાં શહેર અને તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવ્યા બાદ આર.પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા અને છેલ્લે તે કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા હતા તેવામાં રાજ્યની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેમાં પીએસઆઇ આર.પી. જાડેજાની પણ જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે હજુએ તેઓએ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો એ દરમિયાન ગઇકાલે પીએસઆઇ આર.પી. જાડેજાને એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો