મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૧૬ કેસ, આજે ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા
એક્ટીવ કેસનો આંક ઘટીને ૮૩૧ થયો
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં થોડી રાહત જોવા મળી રહી છે આજે નવા ૧૧૬ કેસ નોંધાયા છે જયારે ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ઘટીને ૮૩૧ થયો છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૯૭ કેસો જેમાં ૪૪ ગ્રામ્ય અને ૫૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી, હળવદ તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ કેસ અને માળિયા તાલુકાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૧૬ કેસ નોંધાયા છે તો ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૩૧ થયો છે