Placeholder canvas

બનાસકાંઠા : ડીસા માર્કેટીંગ યાર્ડમાં મગફળીમાં ઐતિહાસિક પ્રતિમણ રૂ.1300 થી 1531 ભાવ

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદ થઈ રહ્યું છે.ચોમાસુ મગફળીનું ઉત્પાદન શરૂ થતાં જિલ્લાના ડીસા માર્કેટયાડમાં ઇતિહાસમાં સૌથી વધુ મગફળીની આવક થઈ રહી છે. તેમજ મગફળીમાં ઐતિહાસિક પ્રતિમણ 1300 થી 1531 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.જેથી ખેડૂતો મોટા પ્રમાણમાં ડીસા માર્કેટયાડ માં મગફળી વેચવા આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર બાદ સૌથી વધુ ઉત્પાદન ખેડૂતોએ મગફળીનું કર્યું હતું ગત વર્ષે મગફળીના પાકમાં થયેલા નુકસાન બાદ આ વર્ષે મગફળીમાં સારું ઉત્પાદન મળશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ વાવેતર બાદ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું ખાસ કરીને સતત વરસેલા વરસાદના કારણે મગફળીના પાકમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું જેના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ડીસા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં દિવસે દિવસે જણસ ની આવકમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ડીસા માર્કેટયાડ ના ઇતિહાસ માં પહેલી વાર મગફળીની 1 લાખ 45 હજાર બોરોની આવક નોંધાઇ હતી.તેમજ દર વર્ષની સરખામણીમાં આ વખતે માર્કેટયાડમાં મગફળીની આવકમાં ખુબજ વધારો થઈ રહ્યો છે.હોવાનું માર્કેટયાડ ના સેક્રેટરી અમરતભાઈ જોષી એ જણાવ્યું હતું.

માર્કેટયાડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે પદ્ધતિએ કમિટીના ઓક્ષનરો મારફતે જાહેર હરાજી કરવામાં આવી હતી.જેમાં અત્યારે જિલ્લાના ડીસા માર્કેટયાડ મગફળીમાં ઐતિહાસિક પ્રતિમણ 1300 થી 1531 રૂપિયા નો ભાવ પડ્યો હતો.જેથી ડીસા માર્કેટયાડમાં મગફળીમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.અત્યારે બનાસકાંઠા જિલ્લા ના ડીસા માર્કેટયાડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીનું વેચાણ કરવા આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો