માલીયાસણનો દિનેશ ભરવાડ 1 કિલ્લા ગાંજા સાથે ઝડપાયો

રાજકોટ નજીકના માલીયાસણ ખાતેથી 1 કિલો ગાંજા સાથે ઝડપાયેલા દિનેશ વસ્તાભાઈ ટોપટા (ભરવાડ) (ઉ.વ.37, રહે માલીયાસણ) ચોટીલાના એક શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ચોટીલાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે માલીયાસણ ગામે માલધારી ચોક ખાતે વોચ ગોઠવી હતી ત્યારે બપોરે ત્રણેક વાગ્યે માલીયાસણમાં જ રહેતો દિનેશ ભરવાડ હાથમાં થેલી લઈ ત્યાંથી પસાર થતા તેને અટકાવી પુછપરછ કરીને જડતીની કાર્યવાહી કરતા તેના હાથમાં રહેલી સફેદ થેલીમાંથી એક કિલો વજનનો રૂ।.10 હજારની કિંમતીનો ગાંજો મળી આવતા તેને કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી કુવાડવા રોડ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા તે આ ગાજો ચોટીલાના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કેફિયત આપી હતી. જેથી પોલીસે ચોટીલાના શખ્સની શોધખોળ હાથ ધરી છે આ ગુનામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એમ.એન.ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિનેશે ઝડપથી માલામાલ થવા ગાંજો વેચવાનું શરૂ કર્યું…
આરોપી દિનેશ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મજુરી કામ કરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આરોપીની પુછપરછમાં તેણે કેફિયત આપી હતી કે, મજુરી કરતો હોય પરંતુ બે છેડાં ભેગા ન થતા હોય, ટુંકાગાળામાં રૂપિયા કમાય લેવા તેણે ગાંજો વેચવાનું ચાલુ કર્યું હતું.

આ સમાચારને શેર કરો