Placeholder canvas

વાંકાનેર: પીપળીયા-રાજમાં માજી સરપંચ અને માજી મંત્રી વચ્ચે ચૂંટણી જંગ

વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીના હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે જે ગામમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં ભારે રસાકસી ભરી ચૂંટણી થવાની શક્યતાઓ છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં સરપંચની ચૂંટણી રસાકસી પૂર્ણ બની છે. અહીંયા સરપંચ માટે માજી સરપંચ અને માજી તલાટી કમ મંત્રી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ ગામમાં એક વોર્ડ બિનહરીફ થયો છે બાકી તમામ વોર્ડ અને સરપંચની ચૂંટણી સામ સામે લડી રહ્યા છે.

એક સરપંચના ઉમેદવાર માજી સરપંચ છે અને વર્તમાન સરપંચના પતિ છે. તેઓ સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. છેલ્લા દસ વર્ષથી પીપળીયારાજ ગામનું રાજકારણ કેન્દ્ર એટલે માજી સરપંચ મહેબુબભાઈ કડીવાર જ્યારે બીજી બાજુ મૂળ આ જ ગામના અને હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમાં રહેતા તલાટી કમ મંત્રી તરીકે સેવા નિવૃત્ત થયેલા અને વહીવટના ખૂબ અનુભવી એવા ગુલાબભાઈ મંત્રી ચૂંટણી લડી રહ્યા છે.

પીપળીયારાજ ગામમાં કોંગ્રેસ અને ભાજપ આવા બે જૂથ છે. પરંતુ આ ગામના રાજકારણમાં સ્થાનિક ચૂંટણીમાં ઘણી વખતે ફેરફાર થતો રહે છે. આ વખતની સરપંચની ચૂંટણીમાં મહેબુબભાઇ અને ગુલાબભાઈ બને કડીવાર કુટુંબમાંથી જ આવે છે અને બંનેનું એક જ ગ્રુપ હતું પરંતુ આ ચૂંટણીમાં ગુલાબભાઈએ ઉમેદવારી કરતા કડીવાર કુટુંબનું એક મોટું જૂથ સામે જતું રહ્યું છે. જ્યારે સામેનું એટલે કે ભાજપ તરફી ગ્રુપમાંથી પણ દેકાવાડીયા પરિવાર અને માથકિયા પરિવારના કેટલાક ઘરો આ તરફથી એટલે કે મહેબૂબભાઈ કડીવાર તરફ આવી ગયા હોવાની માહિતી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તાલુકા/જિલ્લાની ચૂંટણીમાં મહેબુબભાઇ કડીવાર એ કોંગ્રેસના વાંકાનેરના આગેવાનની સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી, જેના પરિણામે કોંગ્રેસને તાલુકા પંચાયતની પીપળીયા રાજ સિટી ખોવાનો વખત આવ્યો હતો. પરંતુ આ સરપંચની ચૂંટણીમાં વાંકાનેર કોંગ્રેસનાં સર્વેસર્વા અને ધારાસભ્યના ખાસ અંગત એવા જી.જી. કડીવાર મહેબુબ કડીવારની બાજુમાં છે.

આમ પીપળીયા રાજમાં સરપંચની ચૂંટણી રાજકિય અનુભવી અને વહીવટી અનુભવી વચ્ચે લડાઇ રહી છે. ગામના બને ગ્રુપોમાં મોટા ફેરફાર પણ થઇ ગયા છે. ત્યારે શું થશે ? એ એક પ્રશ્ન છે ! એનો જવાબ આપવા કરતા 21 તારીખની રાહ જોવી સારી ! પણ હા ચૂંટણી જામી છે એટલું તો પાક્કું જ…., પરિણામની ખબર 21 તારીખે જ આપીશું…. તો જોડાઈ રહેજો કપ્તાન સાથે અને જો ન જીડાયા હોવ તો જોડાઈ જાવ….. રાહ શાની જુવો છો ? નીચેની લિંક ક્લીક કરો અને જોડાવ

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો… https://facebook.com/kaptaannews કપ્તાનમાં આપનું સ્વાગત છે

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો