Placeholder canvas

અધિક માસ કે ક્ષય માસ અથવા તો લિપીયર વર્ષનુ શું છે રાજ? ખગોળીય, ગાણિતિક જ્ઞાનની જાણો અદભુત વાત.

વિદેશી અડધી રાત્રે દીવસ બદલે છે જ્યારે આપણે સુર્યોદય સાથે દિવસની શરૂઆત થાય છે.

વિદેશી દીવસની ગણતરી તારીખમાં કરે છે જ્યારે આપણે તિથિમાં ગણના થાય છે.

શું અપુર્ણાંક સંખ્યાને કારણે અધિક માસ કે ક્ષય માસ આવે છે? વિદેશી કેલેન્ડરમાં પણ લિપીયર થકી મહિનામાં દીવસની વધ-ધટ કરે છે પરંતુ શા માટે? એ પશ્ર્ન સહજ રીતે થાય. હાલે અધિક માસ જેને પુરૂષોત્તમ મહિનો પણ કહે છે એ ચાલી રહી છે. મતલબ કે એક વર્ષમાં 13 મહિના આવ્યા! હા ખરૂ છે પણ આવુ થવાનુ કારણ સુર્ય અને ચંદ્રની ગતિ પર નિર્ભર છે. સુર્ય એક વર્ષમાં 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 49 સેકન્ડમાં પુથ્વીનુ ચક્કર પુરૂ થાય છે. જ્યારે ચંદ્ર એક વર્ષમાં 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને 34.44 સેકન્ડનો સમય લે છે. એટલે કે 11 દિવસનું અંતર એ પણ વતા ઓછું અને આ અંતરને સમાંતર રાખવા માટે પત્યેક 3 વર્ષ આપણા પંચાગ અને સંવતમાં અધિક માસ આવે છે. ધણી વખત 19 અથવા 141 વર્ષ એક મહિનો ઓછો પણ આવે છે જેને ક્ષય માસ કહે છે. જેની વિગતે વાત આગળ કરીશ. પરતું તમને થશે કે શું આખાય જગતમાં આજ પ્રમાણે અદકો-ઓછો મહીનો આવતો હશે? તો કે છે જી ના. આમ થવાનુ કારણ સુર્ય અને ચંદ્ર મુજબના કેલેન્ડર ના કારણે છે. આપણો દેશ ચંદ્રના પગલે ચાલતું કેલેન્ડર જેને શક સંવત વિક્રમ સંવત તરીકે માન્યતા પામ્યું છે. આ માન્યતા જાહેર થઈ ચૈત્ર સુદ પડવો વિ. સં 1879 એટલે કે ઈ. સ 22-3-1957 આઝાદીના એક દશકા પછી. હવે તમે કેશો કે અગાઉ કેમ કરી દીવસ મહિનો જોતાં? તો વાલા આ પહેલા પણ ભારતમાં 34 પ્રકારના સંવત (કેલેન્ડર) ઉપયોગમાં હતા. જેમાંના પાંચેક તો હજી પણ પ્રચલિત અને વપરાશમાં પણ છે. હા એના ઉપયોગ કર્તા અને જાણકારો ગણ્યા ગાઠયા રહા છે. આ બધી વાતો તમને વિગતો સાથે કરૂ એ પહેલા એ જાણી લ્યો કે અવધીજ્ઞાની- લબ્ધીજ્ઞાની કે વિધ્યાવાન એવુ માને છે કે લિપીબંધ કરવાની શરૂઆત કલિકાળથી થઈ આ અગાઉ યાદશક્તિ અને આવડત એટલી હતી કે વિજ્ઞાન અને વિધ્યાના માહિર હતા જેને બધુ કંઠસ્થ રહેતું એજ કારણે લખવાની જરૂર પડતી નહી.

આપણે હજી પણ સાંભળી કે જોતા હશુ કે ગામડા ગામમાં રહેતા વયોવૃદ્ધ આકાશમાં નજર ફેરવી સમય નક્ષત્ર અને ઋતુનો અંદાજો લગાવી રોજીંદી જીદગી જીવી રહ્યા છે. પરતું અત્યારનો કહેવાતો આધુનિક માનવી દોડ-ધામની જીવન પ્રણાલીમાં પડોશમાં પણ ડોકયુ કરવાનો ટાઈમ નથી જ્યારે અગાઉની સદીમાં માનવ જીવનને પ્રકુતી સાથે સિધ્ધો સંબધ હતો જળચળ કે જીવજંતુ, પશુ-પંખી કે વુક્ષો-નદી-પહાડો-ઋતુઓથી લઈને સમગ્ર સુષ્ટીચ્રકની સમજ અને સહાનુભૂતિ સેવતા જેની ફલશ્રુતિ રૂપે સમયને સહેલાઈથી સમજી પણ શકતા.

ખેર… એ વાત છોડો.! મારે તો જુની પણ જુદી વાત ઉપર આવું છે. વાચકોને મગજમાં અનેક સવાલો વાવાઝોડા બની ધુમતા હશે કે અધિક માસ કયાથી અને કેમ આવ્યો? આ ક્ષય મહિનો એટલે શું? અગાઉ પણ આવીજ રીતે ચાલતું? વિક્રમ સંવત અને કેલેન્ડરમાં શુ તફાવત? કેલેન્ડર કેવી રીતે અને ક્યારે આવ્યું? હવે પછી સમય માપવા માટે શું આવશે? સર્વ માન્ય કેલેન્ડર કોણ બનાવશે? સહિતના ઢગલાબંધ સવાલો હશે! તો ચાલો ચૌકસ રીતે ચકાસણી કરી.

કેલેન્ડર એ લેટ્રિન ભાષાનો શબ્દ છે. જેનો અર્થ હિશાબ કરવો અથવા ગણતરી કરવી એવો થાય છે. વિશ્રવનુ સૌથી જુનુ કેલેન્ડર ઈઝરાયેલની યહુદી પ્રજાનું માનવામાં આવે છે. એ લોકો અત્યારે વિદેશી કેલેન્ડર કરતા અઢી ગણા આગળ વર્ષ લખે છે. એટલે કે અંદાજે સન 6000 આસપાસ અને આપણે જેને અનુસરીને દીન ચર્યા કરી છી એ વિદેશી કેલેન્ડરને ગેગોરીઅન (ગેગ્રીન) કેલેન્ડર કહે છે. ક્રિશ્ચિયનના ધર્મગુરુ નારચેતા પોપ ગેગ્રરી 13 મા એ અગાઉ ક્ષતિ ગસ્ત જુલિયન કેલેન્ડરમાં સુધારો વધારો કરી નવા સિધ્ધાંત સાથે 15-10-1582 ના રોજ એમની સતા વાળા સ્થાનો પર અમલમાં મુક્યું. લે આલે તો પછી ભારતમાં ક્યાંથી આવ્યું? એ લાવ્યા અંગેજો એ પણ ઈંગ્લેન્ડ વાળા! અને એની પાસે આ કેલેન્ડર ગેગોરીઅન ના સુધારા કર્યા પછી 170 વર્ષ પછી 2-9-1752 મા ત્યાંની પ્રાર્લામેન્ટ મા પ્રસ્તાવ મૂક્યો અને ઠરાવ કર્યો કે આવતી કાલનો દિવસ 14 સપ્ટેમ્બર તથા વર્ષનો આરંભ 1 જાન્યુઆરી ગણવાના પરીપત્ર કરી અપનાવ્યો (વચલા અગ્યાર દિવસ ક્યા ખવાઈ ગયા એ કેતાતા? એમા શુ છે કે ગેગ્રીનનો સુધારો 170 વર્ષ પછી માન્યો ત્યા સુધી જુલિયન કેલેન્ડર ઉપર ગણતરી કરી એટલે તારીખ 2 પછી સિધ્ધિ 14 ઉપર આવું પડયું હો… અ..) આ ઉપરાંત વિશ્વમાં એ વખતે 15 જેટલા જુદી- જુદી જાતના કેલેન્ડર ગણતરીમાં હતા. આમતો હજી પણ ચાલુ જ છે. જેમા ઈથિઓયિન, ચીની, યહુદી, બૌદ્ધ, કોટિટક, ઈસ્લામી, પશિયન, જાપાની, જુલિયન, જરથોસ્તી, પારસી જેવા કેલેન્ડર ધણા દેશોમાં વપરાય છે. આ બધા કેલેન્ડર સુર્યના પગલે ચાલે છે મતલબ કે ગતિએ ગણતરી થાય છે જ્યારે આપણું ભારતનું કેલેન્ડર જેને વિક્રમ સંવત કે શક સંવત કહી છી એ ચંદ્રના ડગલે કદમ ભરે છે ગણતરી કરે છે.

અનેકતામા એકતા ધરાવતા દેશોમાં ભારતનું નામ મોખરે છે સુરજને દાદા તો ચંદ્રને મામા કહીને માનથી બોલાવે છે. જુદા જુદા ધર્મના દિવસ તથા સમય અંગેના માપદંડ નક્કી કર્યા છે. એટલુ નહી પરંતુ મહિનાના નામ અને સપ્તાહ ના નામ પણ અનોખા છે આમ હોવા છતાં ભારત સરકાર દ્વારા ડો. મેધનાથ શાહા કમિટીના સંશોધનમાં સંવતના સિધ્ધાંતો સમજાવ્યા બાદ વિ. સવંત 1879 ને ચૈત્રી પડવાના દીને ઈ. સ 22 માર્ચ 1957 માં રાષ્ટ્રીય શક સવંત (કેલેન્ડર) ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર જાહેર કર્યું. વિદેશીનો દિવસ અડધી રાત્રે બદલે છે જ્યારે આપણો દિવસ સુર્યોદય સાથે શરૂ થાય છે. બિજુ એ કે વિદેશી કેલેન્ડરમાં દિવસ માસ અને વર્ષજ માપવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં “પંચાંગ” પ્રમાણે પાંચ માપદંડ (1) 15 તિથી (2) 7 વાર (3) 27 નક્ષત્ર (4) 27 યોગ (5) 11 કરણ મળી વર્ષનું સવંત બને જે સૌથી જુનુ 800 ઈ. પુ મહાત્મા લગધનુ વેદ્રાંગ જ્યોતિષમાં પણ જોવા મળે છે. કોઈક પુસ્તકમાં વરાહમિહિરનો સિદ્ધાંત પણ છે. આપણે ત્યાં 6 ઋતુ, 9 ગ્રહ, 12 રાશી, 7 ચોધડીયા, 1 ધડી , 1 પલ 1 વિપલ નું આગવું મહત્વ છે. જેના કારણે જ્યોતિષો અને આગાહીકારો પોતાનો મત રાખે છે. એ જુદી વાત છે કે અધરૂ (માથાકૂટ વાળુ) પણ છે એટલે આપણે વિદેશી કેલેન્ડરને જીવનમાં ઉતાર્યું છે. કલ્પના કરો કે સમય માપક સાધનન હોત તો આજની સ્થિતિ શું હોત? જન્મ મરણ લગ્ન કામ કાજ નોકરી ધંધો બધી જગ્યાએ દીવસની ગણતરી અનિવાર્ય છે.

વળી પાછો હુ આડી વાતે ચડી ગયો! આપણે ઉપર વાચ્યુ કે સુર્ય અને ચંદ્રની ગતિ અલગ અલગ છે એટલુજ નહી ગતી આંક પણ અપુર્ણાંક હોવાથી સુર્ય અને ચંદ્રને ગણતરીમાં સાપેક્ષમા રાખવા માટે જ્યોતિષો કે જાણકારોએ પ્રત્યેક 3 વર્ષ અધિક માસ જે અત્યારે (2023) મા ચાલુ છે. ધણા વખતે 19 વર્ષ અથવા 141 વર્ષ દરમિયાન ક્ષય માસ જેમાં ઓછો મહિનો પણ આવે છે જે છેલ્લે વિ. સ. 2039, ઈ.સ.1983 મા આવ્યો હતો અને હવે વિ. સ. 2180 ઈ.સ. 2124 મા આવવાની સંભાવના છે. હવે તમને થશે કે આવું આપણે ત્યા હોય કે વિશ્ર્વના બધે ઠેકાણે હોય! તો આમા એવુ છે કે અંગ્રેજી કેલેન્ડરમાં પણ ફેબ્રુઆરી મહિનામાં દીવસની વધ-ધટ કરે છે જેને લિપીયર વર્ષ કહે છે જે દર ચાર વર્ષે એક દિવસ વધારે છે અને 100 વર્ષના અંતે એક દિવસનો ધટાડો કરવો પડે છે. આથી વિદેશી કેલેન્ડર પણ સંપુર્ણ નથી જેની ક્ષતિ દુર કરવા માટે દોઠસો વરસથી વિશ્ર્વ કેલેન્ડર પરિસદ પ્રયાસ કરી રહી છે. એ એવુ કેલેન્ડર બનાવી રહી છે જે વિશ્ર્વ આખામાં માન્ય કેલેન્ડર બને એનો અર્થ એ જ છે કે આપણે જે ગેગ્રીન કેલેન્ડર ઉપયોગ કરી છી એ ધણા દેશોમાં વપરાશ મા નથી. ઈ.સ 1956 મા સંયુકત રાષ્ટ્ર સંધની મિટીંગમાં વિશ્ર્વ કેલેન્ડર પરીસદે નવી સુચી સોપી હતી. ત્યારે એને વિચાર વિમર્શ માટે રાખવામાં આવી હતી. પછી આગળ કોઈ નિર્ણય કર્યો નહી અત્યારે સૌથી ચર્ચાસ્પદ મેટ્રિક કેલેન્ડર અને ધડીયાળ છે જે તે વખતે ફ્રેન્ચમાં આને લાગું પણ કર્યું હતું પણ વિદેશી વેપારમાં અગવડતા કારણે સત્તાધીશોએ ગેગ્રિન કેલેન્ડર અપનાવ્યું. જોઈ હવે કે નવો બદલાવ ક્યારે અને કોણ લાવે છે! ત્યારે આપણે પાછા પંચાગ તરફ વળી એ.

પંચાગમા પહેલું સ્થાન તિથિનું છે પ્રત્યેક મહિનામાં બે પખવાડિયા હોય છે. પહેલું પખવાડયાને સુદ (શુક્લ પક્ષ) પડવો (1)થી પુનમ (15) ગણે છે. બિજા પખવાડયાને વદ (કુષ્ણ પક્ષ) જેને એકમ (1)થી ,અમાસ (0) ગણતરી કરી મહિનો પૂરો કરવામા આવે છે ધણા ખરા લોકો આને અંધારીયુ અને અંજવાળયુ પણ કહે છે. પણ તિથી પાછળ લખવા માટે સુદ કે વદ શબ્દનો પ્રયોગ કરવો જ પડે છે. ધણી વખતે તિથી ઓછી વધારે કે એક સાથે અથવા બે વખત પણ આવે છે જેનો આધાર ચંદ્ર પર છે.

બિજુ અંગ વાર છે વિદેશી કેલેન્ડરમાં પણ છે એની વાત પણ રસપ્રદ છે કે આ વાર આવ્યા ક્યાંથી? રજાનો દિવસ રવિવારજ કેમ? કહેવાય અઠવાડિયું પણ વાર સાત કેમ? આનો જવાબ બ્રૂહદસહિંતા જેવા પૌરાણિક ગ્રંથોમાં સવિસ્તાર આપેલ છે. અહીં ટુંકમાં કહું તો તારા અને ગ્રહોની ભ્રમણા ભાખી 24 કલાકની ગણના આધારે જે ગતી પુરી કરી એમ ગોઠવ્યું જે ક્રમશઃ વાર બન્યાં. વાર પણ અલગ અલગ નામે ઓળખાય છે.

ત્રિજુ અંગ નક્ષત્ર છે જે કુલ મળીને 27 છે. શરૂઆત અશ્વિની, ભરણી, ક્રુતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્ર્લેષા, મધા, પુ.ફાલ્ગુની, ઉ.ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉતરષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, પૂ.ભાદ્રપદા, ઉ.ભાદ્રપદા અને રેવતી માં પુર્ણ . 360 ડિગ્રીનુ ચક્ર બને છે જેને 27 ભાગે વહેચતા 13.20 ડિગ્રી મળે એ એક નક્ષત્રને લાગું પડે છે. 12 રાશી પણ ચક્રમાં હોય છે. આનો ઉપયોગ આગાહીકારો અને જ્યોતિષ શાસ્ત્રમાં થતો હોવાથી એમના માટે મહત્વનો ભાગ છે. પરંતુ આપણને રૂચી ન હોવાથી નક્ષત્રને ગણકારતાં નથી.

ચોથા અંગ તરફ આગળ વધી તો એનુ નામ યોગ છે જેની સંખ્યા પણ 27 છે. વિષ્કુંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગડ, સુકર્મા, દૂતિ, શૂલ, ગડ, વૂધ્ધિ, ધ્રુવ, વ્યાધાત, હષણ, વજ, સિધ્ધિ, વ્યતિપાત, વરીયાન, પરિધ, શિવ, સિધ્ધ, સાધ્ય, શુભ,શુક્લ,બ્રહ્મા, ઐન્દ્ર, અને વૈધુતી. એ ભાઈ… એ નહી જે તમે અંગકસરતનુ અનુમાન કરવા લાગ્યા? … એ યોગ ને આ યોગ સાથે સના સુતકનો પણ સંબંધ નથી આતો સુર્ય અને ચંદ્રના અક્ષાંશોનો સરવાળો કરી 27 ભાગમા વહેંચવામાં આવે છે જેનો સમય 20 કલાક થી 25 કલાક સુધી હોય છે. જેમા શુભ – અશુભ યોગો જ્યોતિષોના મતે આપેલા છે કેલેન્ડરમાં પણ આનું કોઈ મહત્વ નથી એટલે વિજ્ઞાન પણ આવી વાતો માનતું નથી.

હવે પાંચમું અને છેલ્લું અંગ કરણ છે આ ખુબ ઓછું પ્રચલિત છે એટલે કદાચ પહેલી વાર સાંભળ્યુ કે વાચ્યુ હોય એ નવાઈ ની વાત નથી કરણ કુલ 11 છે. નામ એવા છે કે બવ, બાલવ, કૈલવ, તૈતિલ, ગર, વણીજ, વિષ્ટિ, શકૂનિ, ચતુષ્પાદ, નાગ અને કિંસ્તુધ્ન છે. આ તિથીના અડધા ભાગે ગણતરીમાં લેવામાં આવે છે. જેથી અડધી તિથી તરીકે પણ ઓળખાય છે. આ પણ આગાહીકારો પુરતું સિમિત હોવાથી વિજ્ઞાન માનતું નથી પણ એક વાત સ્પષ્ટ માને છે કે ભારતીય પંચાંગમાં જેટલી ઝીણવટભરી માહિતી દર્શાવવામાં આવી છે એ વિશ્ર્વના બિજા કોઈ કેલેન્ડરમાં મળતી નથી. છતા પણ ખગોળ શાસ્ત્ર કે ગણિત શાસ્ત્રમાં આપણું પંચાગ નથી એ નવાઈ પમાડે તેવી વાત છે. આપણે પણ વિદેશી કેલેન્ડર આધારે ગણતરી કરી છી પરતું તહેવારો શુભ અશુભ પ્રસંગ, જ્યોતિષ, સહિતની તમામ બાબતોમાં આપણા સંવતનો ના છુટકે ઉપયોગ અવશ્ય કરવો પડે છે જે ગૌરવંતી વાત છે.

શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુ નહી પરંતુ આપણે ત્યાં વૈદિક પંરમપરા અને વહેવારમાં છ ઋતુઓ છે 1 હેમંત 2 શિશિર 3 વસંત 4 ગ્રિષ્મ 5 વર્ષા 6 શરદ જેના ઉપરથી કહેવતો ગિતો ઓઠા પણ આપવામાં આવ્યા છે એટલુજ નહી આરોગ્ય અને આહારની વાત પણ વણાયેલ છે.

બાર મહિનાના નામો દેશ અને ધર્મ મુજબ અલગ અલગ હોય છે.

વૈદિક સંસ્કૃતિ મા મહિનાના નામ 1 ઉજ 2 સહસ્ 3 સહસ્ય 4 તપસ્ 5 તપસ્ય 6 મદુ 7 માધવ 8 શુક 9 શુચિ 10 નભસ્ 11 નભસ્ય 12 ઈષ

સંવત મુજબ મહિનાના નામ 1 કાર્તિક 2 માર્ગશીર્ષ 3 પોષ 4 મહા 5 ફાલ્ગુન 6 ચૈત્ર 7 વૈશાખ 8 જ્યેષ્ઠ 9 અષાઢ 10 શ્રાવણ 11 ભાદ્રપદ 12 આશ્ચિન

મુસ્લિમ ધર્મના મહિનાના નામ 1 મોહરમ 2 સફર 3 રબીઉલ અવલ 4 અબીઉલ આખર 5 જમાદીઉલ અવલ 6 જમાદીઉલ આખર 7 રજ્જબ 8 શાબાન 9 રમજાન 10 શવ્વાલ 11 જીલ્કાદ 12 જીલ્હેજ

પારસી ધર્મના મહિનાના નામ 1 ફરવરદીન 2 અરહીબેહેસત 3 ખોરદાદ 4 તીર 5 અમરદાદ 6 શહેરેવર 7 મહેર 8 આવાં 9 આદર 10 દએ 11 બહમન 12 સ્પૈદારમદ

વિદેશી કેલેન્ડરમાં મહિનાના નામ 1 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 3 માર્ચ 4 એપ્રિલ 5 મે 6 જુન 7 જુલાઈ 8 ઓગસ્ટ 9 સપ્ટેમ્બર 10 ઓક્ટોબર 11 નવેમ્બર 12 ડિસેમ્બર

સાવંત વિશે પણ જાણો

ઉપયોગમા લેવાતા સંવતો કુલ 34 નમસ્તે હતા જેમાથી આજે પણ શક સંવત, વિક્રમ સંવત, મહાવિર સંવત, હિજરી સંવત, મરાઠા કેલેન્ડર અને ગુપ્ત કેલેન્ડર ઉપયોગમા લેવામાં આવે છે. સાઠી સંવત પણ હજી કોઈ કોઈ જગ્યાએ વર્ષે દહાડે ઉપયોગ કરે છે. એ પણ એક જાણવા જેવી વાત છે. ઈ. સ. પુ 525 મા 24 એપ્રિલે વર્તમાન શાસક જૈનના છેલ્લા તિથંકર નિર્વાણ પામ્યા પછી વિર સવંત અસ્તિત્વમા આવ્યાનું જાણવા મળે છે. જ્યારે પરદુખ ભંજન વિક્રમ રાજા એ ઈ. સ. પુ. 57 નમસ્તે મા લાગું કરેલ ને વિક્રમ સંવત કહે છે. ગુપ્ત કેલેન્ડર ને 26 – 02-320 મા લાગુ કર્યુ જે 13 સદી સુધી વપરાશ થયો આજે આનો ઉપયોગ દક્ષિણ ભારતમાં અને બંગાળમાં કોઈ જ્યોતિષો કરે છે.

સપ્તાહના વાર

સપ્તાહના વાર જેની ઓળખ પણ જુદી જુદી છે (સાત દાહડા) અઠવાડિયુ પણ કહે છે. (1) સોમવાર (2)મંગળવાર (3)બુધવાર (4) ગુરૂવાર (5) શુક્રવાર (6) શનિવાર (7) રવિવાર
સંસ્કૃતમાં બોલાય છે કે (1) ઈન્દ્રુ વાસર:(2)ભોમ વાસર:(3)સૌમ્ય વાસર: (4)બ્રુહસ્તપતિ વાસર:(5) ભ્રુગુ વાસર: (6) સ્થિર વાસર:(7) ભાનુ વાસર:
મુસ્લિમ સમાજમાં વારના નામ (1) પિરવાર (2)ગળવાર (3)બુધવાર (4) જુમેરાત(5) જુમા (6) શનીચર (7) ઈદવાર

વિદેશમાં વારના નામ (1) મન્ડે (2)ટ્યુજ્ડે(3) વેડનસ્ડે(4) થર્સડે (5) ફ્રાઈડે (6) સેટરડે (7) સન્ડે

સંકલન :- જયેશ ભટાસણા ટંકારા 8141208873

આભારસહ…

આ રસપદ અને પૌરાણિક માહિતી આપણને 200 વરસનું પંચાગ નામના પુસ્તકમાંથી સાપડી છે. જે વિક્રમ સંવત 1812 થી 2012 સુધીનું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતું.

લીંમડીના સાયલાના વકિલ છગનલાલ ગોડીદાસ તે કાઠિયાવાડ એજન્સીની સર્કયુલર બુક તથા પારસીનુ પાત્રિસો વર્ષનું પંચાગ અને દંતમંજન ઇત્યાદિના પ્રગટ કરતા હતા. આ પુસ્તક ની બીજી આવ્રૂતી યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની લિમિટેડ અમદાવાદ ખાતે ધેલાભાઈ મોતિલાલ કુ એ છાપ્યું હતું.

આ પુસ્તકની ખાસિયત એ છે આમા માત્ર હિન્દુ ધર્મ પુરતું સિમીત ન હોય શાલિવાહન, ઈ સ ખ્રિસ્તી, યઝદેજરદી, પારસી શહેનશાહી, મુસ્લિમ સમાજ નું હીજરી સહિતના પંચાગ આપેલ છે જેમા વરસો, મહિના, વાર ઉપરાંત એ ભુતકાળમાં ધટેલી યાદગાર ધટના વિગત સાથે જ્યોતિષ શાસ્ત્રનો અણમોલ ખજાનો આપવામાં આવ્યો છે. આ પુસ્તકના પ્રગટકર્તા અને લખનારને વંદન કરી આભાર વ્યક્ત કરી છી. -જયેશ ભટાસણા

આ સમાચારને શેર કરો