વાંકાનેર બાઉન્ડ્રી પાસે થયેલા અકસ્માતમાં બાઈક સવારનું મૃત્યુ
વાંકાનેર બાઉન્ડ્રી પાસે થયેલા અકસ્માતમાં બાઈક સવારનું મૃત્યુ થયું છે મળેલી માહિતી મુજબ મૃતક મોરબીમાં દરિયાલાલ કાંટા પાસે રૂમ રાખીને રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં મુળ મધ્યપ્રદેશના વિષ્ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઇક અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
વધુમાં મળેલી માહિતી મુજબ મુજબ વિષ્ણુના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો વતન જતાં હોવાથી વિષ્ણુ ગત સાંજે પત્નિને બાઇકમાં બેસાડી વાંકાનેર બાઉન્ડ્રી પાસે મુકવા આવ્યો હતો. અહિથી પત્નિ બીજા સગા સાથે વતન જવા નીકળ્યા પછી બાઇક હંકારી વિષ્ણુ મોરબી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડતાં ગંભીર ઇજા પહોંચી હતી. શરૂઆતમાં અજાણ્યા યુવાન તરીકે તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તપાસમાંઆ યુવાનની ઓળખ થઇ હતી. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો.